Just In
Don't Miss
મહિલાઓને આકર્ષિત કરવા માટે પુરુષોએ આવી રીતે રાખવું જોઇએ પોતાનું ધ્યાન
બહુ મોડે-મોડે બ્યૂટી ઇંડસ્ટ્રીની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. અગાઉ માત્ર મહિલાઓ માટે જ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં આવતા હતાં, પરંતુ હવે માર્કેટમાં પુરુષો માટે પણ ઘણા સૌંદર્ય પ્રસાધનો છે. હવે ખાસ પુરુષો માટે પણ સ્કિન કૅર પ્રોડક્ટ્સ બનતા થયાં છે.
મર્દોને પણ સારા અને આકર્ષક દેખાવાની જરૂર હોય છે અને તેનાંથી તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.
હવે પહેલાની જેમ મર્દો માટે સ્કિન કૅર માત્ર સાબુથી મોઢું ધોઈ લેવા કે શેવિંગ કરી લેવા સુધી મર્યાદિત નથી. હવે તેમાં ઘણી બધી નવી અને ખાસ વસ્તુઓ જોડાઈ ગઈ છે.
સારી રીતે તૈયાર થવા અને પોતાની પર્સનાલિટી પર સંપૂર્ણ ધ્યાન આપનાર પુરુષો મહિલાઓને ખાસ આકર્ષિત કરે છે. મહિલાઓને એવા પુરુષો ગમે છે કે જે પોતાને સંવારવામાં આરીસા સામે વધુ સમય પસાર કરે અને પોતાની પર્સનાલિટીને લઈને બેદરકાર ન હોય.
જો આપ મહિલાઓનાં દિલ પર રાજ કરવા માંગો છો કે કોઇક મહિલાને આકર્ષિત કરવા માંગો છો, તો આ કામમાં આ ટિપ્સ આપની મદદ કરી શકે છે.
1. શરીરનાં વાળને કરો મૅનેજ
મહિલાઓની જ જેમ પુરુષોને પણ પોતાનાં શરીથી વધુ વાળને હટાવવાની જરૂર હોય છે. અમે હાથ અને પગમાં વૅક્સ કરાવવા માટે નથી કહી રહ્યાં,પરંતુ આપ પોતાનાં નાક અને કાનનાં વાળને તો કાપી જ શકો છો ને ?
નાક અને કાનનાં વાળને નિયમિત ટ્રિમ કરવાથી આપ સાફ-સુથરા દેખાઓ છો. છાતી પરનાં વાળ તો આમ પણ ચાલી જાય છે, પરંતુ કંમર અને ગળા પર વાળ સારા નથી લાગતાં.
2. ફેશિયલ પ્રોડક્ટનો કરો ઉપયોગ
મર્દોએ પણ પોતાની ત્વચાની સંભાળ માટે એક સારા ક્લીંઝર અને મૉઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. પુરુષોમાં પણ શુષ્ક (રુક્ષ) ત્વચા અને ખીલની સમસ્યા જોવામાં આવે છે. ત્વચા પર જામેલા તેલ અને ધૂળ-માટીને સાફ કરવામાટે આપે એક સારા ક્લીંઝરનો ઉપયોગ જરૂર કરવો જોઇએ.
ત્વચાને મૉઇશ્ચરાઇઝર કરવાથી તેમાં પ્રાકૃતિક તેલનું સંતુલન જળવાઈ રહે છે. જેમ કે મર્દોની ત્વચા મહિલાઓની સરખામણીમાં થોડીક જાડી હોય છે, તેથી તેમને એવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઇએ કે જે ખાસ તેમના માટે બનાવવામાં આવ્યા હોય.
3. નખ કાપીને રાખો
મહિલાઓ સામાન્યતઃ પુરુષોનાં નખ પર ધ્યાન આપે છે. તેમનાં હાથ કેટલા સાફ છે અને તેઓ પોતાનાં નખને કાપીને રાખે છે કે નહીં, આ બાબતો પર મહિલાઓનું ધ્યાન સૌથી પહેલા જાય છે. તેથી હંમેશા પોતાનાં હાથને સાફ રાખો અને નિયમિત નખ કાપતા રહો.
સામાન્યતઃ લોકો પોતાનાં પગ પર ધ્યાન નથી આપતાં. જૂતા પહેરવાનાં કારણે પુરુષોને પગમાં ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આપે એક સારી ફંગલ ઇન્ફેક્શન ક્રીમનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. આપ ઇચ્છો, તો પગ અને હાથને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે મેનીક્યોર તથા પેડીક્યોર પણ કરાવી શકો છો.
4. શેવિંગ પ્રોડક્ટ પર કરો પૈસા ખર્ચ
ચહેરાનાં વાળને સાફ કરવા પણ બહુ જરૂરી છે. શેવિંગ માટે એક સારી ક્વૉલિટીનાં રેઝરનો ઉપયોગ કરો. 3 વાર ઉપયોગ કર્યા બાદ પોતાનું રેઝર બદલતા રહો. જૂની બ્લેડથી વારંવાર શેવકરવાથી ત્વચા કપાઈ જવાનો ખતરો રહે છે.
એટલુ જ નહીં, જૂની બ્લેડ બ્લંટ રેઝર આપની ત્વચા પર બળતરા કે કોઈ નુકસાન પણ પહોંચાડી શકે છે. શાનદાર શેવિંગ ફોમથી ત્વચા મુલાયમ બને છે અને તેનાંથી શેવિંગપણ આસાનીથી થઈ જાય છે. તેનાંથી ત્વચાને સુરક્ષા પણ મળે છે.
શેવિંગ બાદ આફ્ટર શેવિંગ લગાવવું પણ બહુ જરૂરી હોય છે. તેનાંથી ત્વચા મુલાયમ રહે છે અને તેમાં ભેજ જળવાઈ રહે છે. આલ્કોહલ યુક્ત શેવિંગ લોશનથી ત્વચાને નુકસાન પહોંચે છે, તેથી આપે આલ્કોહલ રહિત શેવિંગ લોશન પ્રયોગ કરવો જોઇએ.
5. સનસ્ક્રીનનો ઉપયોગ
સામાન્યતઃ પુરુષો બહાર નિકળતી વખતે સૂર્યનાં હાનિકારક કિરણોથી બચવા માટે કંઈ જ નથી કરતાં, પરંતુ ત્વચાને આમ ખુલ્લી છોડવી તેના માટે હાનિકારક હોઈ શકે છે. તેથી ત્વચાને નુકસાનની સાથે-સાથે ટૅનિંગ, બળતરા અને લાલાશપણાની સમસ્યા થઈ શકે છે. તે ત્વચાનાં કૅંસરનું કારણ પણ બની શકે છે.
પોતાની સાથે એસપીએફ 30 અને તેનાં કરતા વધુ એસપીએફ ધરાવતી સનસ્ક્રીન જરૂર રાખો. બહાર નિકળતા પહેલા ત્વચા પર સનસ્ક્રીન જરૂર લગાવો. તેનાંથી વધતી વયનાં નિશાનોથી પણ બચી શકાય છે.