જો વાળ પતળા થઇ રહ્યા છે તો આ રીતે કરો તેની દેખાભાળ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

વાળનું પતળા થવું આજકાલ સામાન્ય સમસ્યા બની ગઇ છે. વાળ ખરતા પહેલાં પતળા થવાનું શરૂ થઇ જાય છે અને ધીમે-ધેમે ગાયબ થઇ જાય છે. એકવાર જો માથામાંથી ગાયબ થયા તો પછી પાછા આવતા નથી. એટલા માટે તમારે થોડી સાવધાની અને વાળની કેર કરવી જોઇએ.

વાળનું પતળું થવું હોર્મોનની ગરબડ પણ હોય છે. ઓ તમારા પણ વાળ પતળા થઇ રહ્યાં છે તો મોડું ના કરશો અને આ રીત વડે તમારા વાળની કેર કરો.

 જો વાળ પતળા થઇ રહ્યા છે તો આ રીતે કરો તેની દેખાભાળ

સંતુલિત આહાર ખાવ: તમે જે કંઇપણ ખાવ છો, તેની સીધી અસર તમારા વાળ અને સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે એક સ્વસ્થ્ય અને સંતુલિત આહાર ખાશો નહી તો, તમારા વાળ પર સીધી અસર પડશે.

વધુ તણાવ લેવો: ખાનગી અને વ્યાવસાયિક કારણોના લીધે દરેક વ્યક્તિને ચિંતા હોય છે. પરંતુ તણાવની સીધી અસર આપણા વાળ પર પડે છે. તમારા સ્ટ્રેસના લેવલને કંટ્રોલ કરો, જેને તમે વ્યાયામ કરીને કરી શકો છો, કોઇપણ શોખ અપનાવો જેને કરવાથી તમને મજા આવતી હોય. સારું સંગીત સાંભળો અને શક્ય હોય એટલું પોતાને તણાવથી દૂર રાખો.

વાળનું ધ્યાન રાખો: વાળમાં સારું શેમ્પૂ અને કંડીશનર લગાવો. તમારા શેમ્પૂ અને કંડીશનરને જલદી જલદી ન બદલો. તમારા વાળમાં સારું તેલ લગાવો. વાળ પર પ્રદૂષણની પણ અસર પડે છે. એટલા માટે તમારા વાળનું ખાસ ધ્યાન રાખો.

માથાને ઢાંકીને રાખો: જો તમે તમારો મોટાભાગનો સમય બહાર પસાર કરો છો, તો તમારા માથાને સૂર્યની ગરમીથી દૂર રાખો.

English summary
Thinning hair could really be stressful as you are losing something you will never get back. You can easily take care of your thinning hairline. Heres how
Story first published: Saturday, November 26, 2016, 14:03 [IST]