Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ક્યાંથી આવ્યું સુદર્શન ચક્ર? આવો જાણીએ તેની વાર્તા
મહાભારત કયા માણસે ટીવી સીરીયલમાં નહી જોઈ હોય? મહાભારતમાં કૃષ્ણની તર્જની આંગળીમાં ફરનાર સુદર્શન ચક્ર પણ યાદ જ હશે. કહે છે કે સુદર્શન ચક્ર એક એવું અચૂક અસ્ત્ર છે કે જેને છોડ્યા પછી તે લક્ષ્યનો પીછો કરે છે અને તેનું કામ તમામ કરીને જ પછી તેના સ્થાન પર પાછું આવે છે. ચક્ર વિષ્ણુંની તર્જની આંગળીમાં ફરતું હતું. સૌથી પહેલા આ ચક્ર તેમની જ પાસે હતું.
મહાભારત યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પસે સુદર્શન ચક્ર હતું. આ સુદર્શન ચક્ર ક્યાંથી આવ્યું અને ચક્રોના જન્મદાતા કોણ હતા? આ જ આ આર્ટિકલ દ્વારા જાણવાની કોશિશ કરીશું.

1.
સુદર્શન ચક્રના કિનારે ૧૦૮ દાંત હોય છે જેને કોઈની પાછળ મોકલવામાં આવે તો તે ઘણી યોજનાઓ (1 યોજના = 8 કિમી) ની યાત્રા કરવાની ક્ષમતા રાખે છે.

2.
તે કોઈની પાછળ ફેંકવામાં આવતું નથી પરંતુ ઈચ્છાશક્તિ દ્વારા તેને દુશ્મન વિરુદ્ધ મોકલવામાં આવે છે. તેમાં અદ્ભૂત તાકાત હોવાના કારણે તે બધુ જ નષ્ટ કરી દે છે.

3.
એક વખત જ્યારે તે આંગળીમાંથી નીકળી જાય છે તો તે દુશ્મનનો પછી કરીને તેનો નાશ કરીને જ પોતાના સ્થાન પર આવે છે.

4.
તે આંગળીમાંથી નીકળ્યા પછી ખૂબ ઝડપથી દુશ્મનનો પીછો કરે છે. અને ત્યાં સુધી પીછો કરે છે જ્યાં સુધી દુશ્મન તેની સામયે સમર્પણ ના કરી દે. શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિ તેના સામે આત્મસમર્પણ કરી દે છે તેને ભગવાન વિષ્ણું પોતે બચાવવા આવે છે.

5.
દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ, જે વિષ્ણુના આઠમાં અવતાર હતા તેમને આ અગ્નિ દેવથી પ્રાપ્ત થયું હતું.

6.
ઋષિ પરશુરામે કૃષ્ણને આ અસ્ત્ર ચલાવતા શિખવ્યું હતું.