For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરનાં પ્રવેશ દ્વારે રાખો આ વસ્તુઓ, થશે દિવસ બમણો, રાત્રિ ચાર ગણી

By Lekhaka
|

આજે અમે આપને બતાવીશું કે પોતાનાં પ્રવેશ દ્વારને કેવીરીતે સજાવશો કે ત્યાંનું વાસ્તુ બિલ્કુલ બરાબર થઈ જાય અને ઘરમાં થશે દિવસ બમણો, રાત્રિ ચાર ગણી થાય.

પ્રવેશ દ્વાર ભવનનો મહત્વનો ભાગ હોય છે. કહે છે કે આરંભ સારો, તો અંત સારો. પ્રવેશ દ્વાર જો વાસ્તુ નિયમો મુજબ બનાવવામાં આવે, તો તે તે ઘરમાં નિવાસ કરનારાઓ માટે ખુશીઓને આમંત્રણ આપે છે.

એટલુ જ નહીં, પ્રવેશ દ્વારથી આપણને ઇમારતનાં આંતરિક સૌષ્ઠવ તથા શણગારનો અંદાજો પણ થઈ આવે છે. જો ઘરનો પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુંદર છે, તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આજે અમે આપને બતાવીશું કે પોતાનાં પ્રવેશ દ્વારને કઈ રીતે શણગારશો કે ત્યાંનું વાસ્તુ બિલ્કુલ બરાબર થઈ જાય અને ઘરમાં દિવસ બમણો, રાત ચાર ગણી થાય.

Vastu for your home's entrance

1. કાંચનું વાસણ

દ્વાર પર પાણી ભરેલું કાંચનું વાસણ મૂકો કે જેમાં તાજી ખુશ્બૂ ધરાવતા ફૂલો રાખો. તેનાથી ઘરમાં હકારાત્મકતા આવશે.

2. માળા

એક માળા બનાવો. તે પીપળા, આંબા કે આસોપાલવનાં પાંદડાની બનાવી શકાય. તેને પ્રવેશ દ્વારે બાંધો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. જ્યારે આ પાંદડા સુકાઈ જાય, તો તેમને બદલી નાંખો.

3. દેવી લક્ષ્મી

ધન લાભ માટે પ્રવેશ દ્વાર પર લક્ષ્મીજીની તસવીર લગાવો. યાદ રાખો કે તેમને જૂતા કે જૂતાનાં રૅકથી દૂર રાખો.

4. લક્ષ્મીજીનાં પગલા

પ્રવેશ દ્વારે લક્ષ્મીજીનાં પગલા બનાવો કે જે અંદરની તરફ જતા હોય. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

5. શુભ-લાભ

પ્રવેશ દ્વારે શુભ-લાભનું નિશાન બનાવો. તેનાથી ઘરમાં રોગો ઓછા થાય છે.

6. સ્વસ્તિક

ઘરનાં પ્રવેશ દ્વારે સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સૌભાગ્ય અને સ્મૃદ્ધિ આવે છે.

હવે જાણીએ કેટલીક અન્ય બાબતો વિશે કે જે આપે પોતાનાં મુખ્ય દ્વારનું બાંધકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે.

7. મોટો દરવાજો

પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજાને ઘરનાં અન્ય દરવાજાઓ કરતા મોટો રાખો.

8. બંને તરફ ખુલતો દરવાજો

એવું કહેવાય છે કે દરવાજો જ્યારે બંને તરફ ક્લૉકવાઇસમાં ખુલે છે, તો તે ખૂબ શુભ હોય છે.

9. સારી ક્વૉલિટી

ઘરનાં મુખ્ય દ્વાર માટે સારી ક્વૉલિટીના લાડકામાંથી બનેલો દરવાજાનો ઉપયોગ કરવો જોઇએ. ખરાબ ક્વૉલિટીનાં લાકડાથી ઘરનું વાસ્તુ બગડી શકે છે.

10. ઘોંઘાટ મુક્ત

ધ્યાન રાખો કે ઘરનો દરવાજો જ્યારે ખોલવામાં આવે, ત્યારે તેમાં અવાજ ન થવોજોઇએ, કારણ કે તેનાંથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

11. ઉજાસ ધરાવતો હોય

આપનાં ઘરનાં પ્રવેશ દ્વાર પર હંમેશા સારો પ્રકાશ હોવો જોઇએ. તેનાથી લોકો આપનાં ઘરનાં પ્રવેશ દ્વારને સારીરીતે જોઈ શકે છે. તેથી પોતાનાં પ્રવેશ દ્વાર પર કેટલીક ચમકદાર રોશની લગાવો.

12. નેમ પ્લેટ

પોતાનાં ઘરમાં સુંદર નેમ પ્લેટ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. નેમ પ્લેટમાં પોતાનું નામ સાદગી સાથે લખાવડાવો કે જેથી આપનાં અતિથિઓ આપનું નામ સરળતાથી વાંચી શકે.

13. ટૂંક કે દહેલીઝ

જો આપ ઇચ્છો છો કે આપને ત્યાં પૈસાની ક્યારેય કમી ન સર્જાય, તો પોતાનાં મુખ્ય દ્વાર પર ટૂંક અથવા દહેલીઝ જરૂર બનાવડાવો.

14. ડિઝાઇન

પોતાનાં મુખ્ય દ્વારને સુંદર બનાવો. તેમાં સારો અને સુંદર દરવાજો લગાવો કે જેનાથી ઘરમાં હકારાત્મકતા અને સમૃદ્ધિ આવેછે.

15. જમીનની સપાટીથી ઉપર

પોતાનાં મુખ્ય દ્વારને જમીનની સપાટીથી ઉંચાઈ પર રાખો અને ધ્યાન રાખો કે સીડીઓની સંખ્યા ઑડ હોય.

16. બે દરવાજાઓ

જો આપનાં ઘરમાં જગ્યા હોય, તો પોતાનાં ઘરમાં બે દરવાજાઓ લગાવડાવો. એક અંદર આવવા માટે અને બીજો બહાર જવા માટે.

17. નાના દરવાજાથી બહાર જાઓ

તેમાં એક વધુ વાત ધ્યાન આપવા જેવી છે કે મુખ્ય દ્વારથી બહાર જવાનો દરવાજો થોડોક નાનો હોવો જોઇએ.

18. વધુ એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આપનાં ઘરમાં જેટલા પણ દરવાજાઓ કે બારીઓ છે, તેમની સંખ્યા ઇવન હોવી જોઇએ (જેમ કે 2, 4, 6). આ ઉપરાંત સંખ્યા ક્યારેય પણ શૂન્યમાં સમાપ્ત ન થવીજોઇએ જેમ કે 10, 20 વિગેરે.

Read more about: vastu વાસ્તુ
English summary
Here are the following things you need to keep at the entrance of your house for good Vastu.
Story first published: Tuesday, November 15, 2016, 11:35 [IST]
X
Desktop Bottom Promotion