Just In
Don't Miss
નવરાત્રિ દરમિયાન આ 8 વસ્તુઓ તરફ પગ રાખવાથી થશે સર્વનાશ
દરેક ધર્મમાં પોતાનાં જુદા જ વિચારો હોય છે અને માન્યતાઓ હોય છે. હિન્દુ ધર્મમાં બાળપણથી જ અનેક વાતોને કરવા અને ન કરવા અંગે શીખવાડવામાં આવે છે.
આ તમામ વાતોમાં આપને એ પણ બતાવવામાં આવ્યું હશે કે આપણે કઈ દિશામાં અને કઈ વસ્તુ તરફ ક્યારેય પગ કરીને બેસવું ન જોઇએ કે સૂવુ ન જોઇએ.
આ તમામ વાતો માટે કર્મ પુરાણમાં મનાઈ ફરમાવવામાં આવી છે અને બતાવવામાં આવ્યુ છે કે આપણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.
નવરાત્રિમાં જ નહીં, પણ સામાન્ય દિવસોમાં પણ આપણે આ 8 વસ્તુઓ તરફ પગ ન કરવા કે રાખવા જોઇએ.

દેવતાઓ
જેવું કે સૌ જાણે છે કે દેવતાઓ હંમેશા પૂજનીય હોય છે અને આપનાં ઘરની અંદર કે બાહર મંદિર છે, તો ભૂલીને પણ તે તરફ પગ કરીને ન સૂવો.
આવુ કરવાથી તેમનું અપમાન થયુ માનવામાં આવે છે.

બ્રાહ્મણ
વેદોમાં શ્રેષ્ઠ ગણાતા ઋગ્વિદેમાં લખ્યું છે કે બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મુખમાંથી થઈ છે. તેથી એવી માન્યતા છે કે તેમની તરફ ક્યારેય પગ ન કરવા જોઇએ.

ગાય
ગાયની હિન્દુ ધર્મમાં બહુ માન્યતા છે અને તેની પૂજા પણ થાય છે. માનવામાં આવે છે કે તમામ દેવતાઓ ગાયમાં વાસ કરે છે. તેથી ગાય તરફ પગ ન કરવા જોઇએ.

અગ્નિ
અગ્નિને દેવતાઓને મુખ સાથે સાંકળીને જોવામાં આવે છે. ધ્યાન રહે કે ચે જગ્યાએ અગ્નિ પ્રગટી રહ્યો હોય, તે તરફ પગ ક્યારેય ન રાખવા જોઇએ.

ગુરુ
ગુરુ જ સમાજને અજ્ઞાનીમાંથી જ્ઞાની બનાવે છે. બાળકો ધ્યાન રાખે કે જે જગ્યાએ ગુરુ બેઠા હોય, તે તરફ ક્યારેય પગ ન કરવા જોઇએ.

વિપ્ર
વેદોનો અભ્યાસ કરનાર બ્રાહ્મણ બાળકોને વિપ્ કહે છે એટલે કે તેમની તરફ પણ ક્યારેય પગ ન રાખવા જોઇએ.

સૂર્ય
પાંચ દેવોમાંનાં એક ગણાતા સૂર્ય દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. તેથી સૂર્ય તરફ ક્યારેય પગ ન રાખવા જોઇએ.

ચંદ્ર
ચંદ્ર ભગવાન શિવની જચાઓમાં નિવાસ કરે છે અને તેને તમામ વનસ્પતિઓનો સ્વામી પણ માનવામાં આવે છે. તેથી તેની તરફ પણ ક્યારેય પગ ન કરવા જોઇએ.