For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેમને તણાવ રહે છે, તે જરૂર કરે આ મંત્રોનું ઉચ્ચારણ, મળશે રાહત

By KARNAL HETALBAHEN
|

જીંદગીમાં ઘણા મહત્વપૂર્ણ પડાવ જેમ કે કોઇ અંગતનું મોત, નોકરી જતી રહેવી અથવા લગ્ન તૂટી જવા, સામાન્ય રીતે તણાવનું કારણ બને છે. આ સાથે જ જો તમારા મનમાં દર સમયે કંઇક ખરાબ થવાની આશંકા રહે છે તો તેનાથી પણ તણાવમાં સરી પડવાનો ખતરો રહે છે.

જેથી દર વખતે વિચારતા રહીએ છીએ કે હું દરેક વસ્તુમાં નિષ્ફળ છું. એટલું જ નહી તણાવ કોઇ એક ખાસ કારણના લીધે પણ થઇ શકે છે. આ ધીરે ધીરે ઘર કરી લે છે અને મદદના પ્રયત્નના બદલે તમે તેની સાથે સંઘર્ષ કરતા રહો છો. એટલું જ નહી જે વ્યક્તિ તણાવથી પીડાય છે તે ઘણા મહિનાઓ સુધી નીચી નજરોથી જુએ છે જેના લીધે તેનામાં ગુસ્સો, શરમ અને તેના અંદર ખાલીપણાનો અનુભવ કરે છે.

જે વસ્તુઓ પહેલાં ખુશી અને ઉત્સાહ આપતી હતી આજે તે બેકાર લાગવા લાગે છે. આ સાથે જ તે વ્યક્તિમાં આહારની સાથે વિકાર ઉત્પન્ન થઇ જાય છે જેમ કે તે વ્યક્તિ ખૂબ જ ભોજન કરશે અથવા ખાવાનું બંધ કરી દેશે. એવામાં વ્ય્કતિ યોગ્ય નિર્ણય લઇ શકતો નથી, યાદશક્તિ નબળી પડી જાય છે અને કોઇપણ કામમાં મન લાગતું નથી. ઘણા લોકોને તણાવની યોગ્ય સારવાર ન મળતાં આત્મહત્યા પણ કરી લે છે.

helps you to get rid of depression

આપણી સોસાયટી તણાવને માનતી નથી અને વિચારે છે કે જે માણસને તણાવ થઇ જાય છે તે પાગલ છે. તણાવને જો ખતમ કરવો છે તો તે વ્યક્તિને પ્રેમ અને સહારો આપો. તેની સાથે તે વ્યક્તિને તણાવમાંથી બહાર કાઢવા માટે આધાત્મનો સહારો લેવો જોઇએ. જ્યારે માણ પોતાના માન ગુમાવવા લાગે છે તો તે ભગવાન પર વિશ્વાસ કરે છે. ત્યારે તે સરળતાથી તણાવમાંથી મુક્ત થઇ જાય છે. એટલા માટે આજે અમે તમને કેટલાક એવા મંત્રો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.

જે મંત્ર તમને સારા લાગે તો તેને પસંદ કરો અને તેનો અભ્યાસ કરો. સવારે ઉઠીને સ્નાન કરો અને કોઇ શાંત જગ્યા પર બેસી જાવ. આ તમારો પૂજારૂપ પણ હોઇ શકે છે. હવે આ મંત્રને વારંવારં પુનરાવર્તિત કરો અને તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારી એકાગ્રતા સારી થવા લાગશે અને પોતાના પર વિશ્વાસ આવવા લાગશે. બની શકે છે કે પહેલાં તમને મુશ્કેલી થાય, પરંતુ જ્યારે તમે તેનો દરરોજ અભ્યાસ કરશો તો તણાવ ઠીક થવા લાગશે.

સંકટનાશક ગણેશ સ્ત્રોત

ગણેશજી બધી બાધાઓ દૂર કરે છે. તેમના આર્શિવાદથી ભક્તોને સુખ અને સદબુદ્ધિ મળે છે. તેમને સંકટ નાશક પણ કહેવામાં આવે છે જે દરેક સમસ્યાઓને નષ્ટ કરી દે છે. સંકટનાશક ગણેશ સ્ત્રોત મંત્રનો જાપ કરે અને મનની શાંતિ મેળવો.

helps you to get rid of depression

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।।

भक्तावासं स्मरेन्नित्यमायु:कामार्थसिद्धये ।।१ ।।

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।।

तृतीयं कृष्णपिङ्क्षं गजवक्त्रं चतुर्थकम् ।।२ ।।

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ।।३ ।।

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ।।४ ।।

द्वादशैतानि नामानि त्रिसंध्यं य: पठेन्नर: ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो ।।५ ।।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।

पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् ।।६ ।।

जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासै: फलं लभेत् ।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय: ।।७ ।।

अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा य: समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादत: ।।८ ।।

इति श्री नारदपुराणे संकटविनाशनं श्रीगणपतिस्तोत्रं संपूर्णम् ।

helps you to get rid of depression

મહાકાલી મંત્ર

મહાકાલી અથવા કાલકા મા બુરાઇને નષ્ટ કરે છે. તેમનું ઉગ્ર રૂપ ખૂબ શક્તિશાળી ગણવામાં આવે છે. સાથે જ તેમને પ્રેમ અને દયાની માતાના રૂપમાં પણ ગણવામાં આવે છે. તેમના મંત્રનો જાપ કરવાથી મનની નકારાત્મકતા ખતમ થઇ જાય છે અને સાથે જ મન શાંત થાય છે.

ॐ क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं क्रीं क्रीं हूँ हूँ ह्रीं ह्रीं स्वाहा॥

નરસિંહ મંત્ર

તણાવને દૂર કરવા માટે નરસિંહ મંત્રથી બીજો કોઇ સારો મંત્ર નથી. તેનાથી તણાવની સમસ્યા દૂર થઇ જાય છે. તેના માટે વ્યક્તિએ 48 દિવસ સુધી આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારી સામે એક તાંબા ગ્લાસમાં પાણી ભરીને રાખો અને 108 વખત જાપ કર્યા પછી આ પાણીને પી જાવ.

ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम्। नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ॥

English summary
Did you know that there are mantras by which you can actually get rid of depression. Well, read to know what are these mantras.
Story first published: Thursday, March 16, 2017, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X