કરવા ચોથની થાળી

Posted By: Staff
Subscribe to Boldsky

કરવા ચોથ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે કે જે પરિણીત મહિલાઓ ઉજવે છે. તે ભારતનાં પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો પર્વ છે.

ગ્રામ્ય મહિલાઓથી લઈ આધુનિક મહિલાઓ સુધી તમામ સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાખે છે. શાસ્ત્રોનાં જણાવ્યા મુજબ આ વ્રત આશો વદ (હિન્દી કૅલેંડર મુજબ કારતક માસનાં કૃષ્ણ પક્ષ)ની ચંદ્રોદય વ્યાપિની ચતુર્થીનાં દિવસે કરવામાં આવે છે. પતિનાં લાંબા આયુષ્ય તેમજ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ દિવસે ભાલચંદ્ર ગણેશજીની અર્ચના કરવામાં આવે છે.

કરવા ચોથમાં સુંદર થાળીનું પણ મહત્વ હોય છે. દરેક હાથમાં એક સુંદર શણગારેલી થાળી અને તેમાં મૂકેલો પૂજાનો સામાન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ જ પ્રસંગને જોતા આજે અમે આપને કરવા ચોથની થાળી સજાવતા શીખવાડીશું કે જેથી આપ પોતાનાં પતિનું દિલ જીતી શકો.

Karva Chauth

આમ સજાવો કરવા ચોથની થાળી
1. એક સ્ટીલ કે બ્રાસની થાળી લો. જો આપ તેને કલર કરી શકતા હોવ, તો થાળીને પેસ્ટલ કલર કે પછી લાલ રંગનાં પેપરને ચિપકાવી દો. તેને આધ્યાત્મિક સ્વરૂપ આપવા તેમાં સ્વસ્તિક બનાવી દો.

Karva Chauth

2. હવે થાળીને એક બાજુ મૂકી રંગબેરંગી નેટનાં કપડાંથી સજાવો. કપડાં પર કેટલાક સ્ટોન અને ઝળહળતા ટિલળીઓ પણ લગાવી શકો છો અને પછી તે થાળીનાં કિનારે ચિપકાવી શકો છો.

Karva Chauth

3. થાળીમાં કુમકુમ તેમજ ચોખાને જુદી-જુદી વાટકીમાં મૂકો. થાળીમાં દીવો, અગરબત્તી, મિઠાઈ અને પાણી પણ મૂકો.

Karva Chauth

4. કરવા, કે જે માટીની માટલી હોય છે, તેમાં મહિલાઓ પાણી ભરી ચંદ્રની પૂજા કરે છે, તો તેવામાં આપ તેની ઉપર પેંટથી સુંદર ડિઝાઇન બનાવી શકો છો. લાલ રંગનો વિશેષ રૂપે ઉપયોગ કરો, તો સારૂં રહેશે.

Karva Chauth

5. ચંદ્રને જોવા માટે ગળણીનો પ્રયોગ થાય છે. જો આપે તેને પહેલા ઉપયોગ કરવાનો હોય, તો તેને થાળીની ઉપર જ મૂકો.

6. થાળીને કવર કરવા માટે આપે કાપડનાં એક ટુકડાની જરૂર પડશે. કપડાં માટે આપ લાલ રંગની ચુંદરી પ્રિંટ કે પછી કૉટનનું કપડું ઉપયોગ કરી શકો છો.

Read more about: તહેવાર festival
English summary
Puja thali is very important. You will find every woman with a decorated thali having Puja items. Here are few simple and inexpensive tips to decorate your karva chauth thali.
Story first published: Wednesday, October 19, 2016, 11:33 [IST]