Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો કેમ હનુમાનજી લગાવતા હતા સિંદૂર, હનુમાનજી સાથે જોડાયેલા 5 રહસ્યો
હિન્દુ ધર્મમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે કે જે શીઘ્ર પોતાનાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તેમની પૂજાથી ભક્તોને શક્તિ અને સાહસની પ્રાપ્તિ થાય છે. ટીવી શોસનાં કારણે આપણે હનુમાનજી વિશે મોટાભાગે બધુ જાણીએ છીએ, પરંતુ આમ છતાં પણ બજરંગ બલિ વિશે કેટલાક એવા રહસ્યો છે કે જેનાથી આપણે હજી સુધી અજાણ છીએ.
હનુમાનજીને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવે છે તથા તેઓ શક્તિ, ભક્તિ અને દૃઢતાનાં પ્રતીક છે.
બ્રહ્માજીની ન્યાય સભામાં અંજના નામની સ્ત્રીને ઋષિનો શ્રાપ મળ્યો હતો કે જ્યારે ક્યારેય પણ તે કોઈને પ્રેમ કરશે, તે તેનું મુખ વાંદરા સમાન થઈ જશે. બાદમાં તે સ્ત્રીએ ધરતી પર જન્મ લીધો.
ત્યારે અંજનાને રાજા કેસરી સાથે પ્રેમ થયો કે જેઓ પોતે વાનરોનાં રાજા હતાં. બંનેએ વિવાહ કર્યા. અંજના સાચા મનથી ભગવાન શિવની ભક્તિ કરવા લાગી કે જેથી તેને પુત્રની પ્રાપ્તિ થાય અને ઋષિનાં શ્રાપમાંથી મુક્તિ મળી જાય.

શિવનો અવતાર
રાજા દશરથે પુત્રની પ્રાપ્તિ માટે હવનનું આયોજન કર્યુ હતું કે જ્યાં બ્રાહ્મણોએ તેમને પોતાની તમામ પત્નીઓને ખીર ખવડાવા માટે આપી હતી. તેમની પ્રથમ પત્ની કૌશલ્યાનાં પાત્રની થોડીક ખીર એક પક્ષી લઈને ઉડી ગયો અને ધ્યાનમાં લીન અંજના પાસે પહોંચ્યો. વાયુ તથા પવન દેવે તેને ભગવાન શિવનો પ્રસાદ કહી અંજનામા હાથમાં ધરી દિધો. ભગવાન શિવનો પ્રસાદ સમજી અંજના તેનું સેવન કરી લે છે અને આ રીતે ભગવાન શિવનાં અવતાર તરીકે હનુમાનજીનો જન્મ થાય છે.

ભગવાન રામના દીર્ઘાયુષ્ય માટે હનુમાનજી લગાવતા હતાં સિંદૂર
હનુમાનજી, ભગવાન રામના પરમ ભક્ત છે અને માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ તેમને તેનું કારણ પૂછ્યું. ત્યારે સીતા માતાએ જણાવ્યું કે તેઓ ભગવાન રામના દીર્ઘાયુષ્ય માટે સિંદૂર લગાવે છે. આ સાંભળી હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાવી લીધું.

મકરધ્વજનો જન્મ
બ્રહ્મચારી હોવા છતાં પણ હનુમાનજીનો મકરધ્વજ નામનો પુત્ર છે કે જેનો જન્મ માછલીમાંથી થયો હતો. લંકા દહન બાદ હનુમાનજીની પૂંછડીમાં આગ લાગી હતી. તેને ઓલવવા માટે તેઓ દરિયામાં થોડીક વાર બેસી ગયા. ત્યારે તેમના પરસેવાનુ એક ટીપું તે દરિયાની માછલીના પેટમાં જતો રહ્યો આ રીતે માછલીનાં પેટમાંથી મકરધ્વજનો જન્મ થયો.

હનુમાનજીએ પણ લખી હતી રામાયણ
લંકા યુદ્ધ બાદ ભગવાન રામની સેવા માટે હનુમાનજી હિમાલય ચાલ્યા ગયાં. અહીં તેમણે હિમાલયના પર્વતની દિવાળો પર પોતે રામાયાણ લખી હતી.

હનુમાજનીના છે 108 નામો
સંસ્કૃત ભાષામાં હનુમાનજીનાં 108 નામો છે. તેમાંનાં કેટલાક મારુતિ, અંજનેય, બજરંગ બલિ, દીનબંધવે, કલનભા, મહાદૂત, રામભક્ત, સર્વગ્રહ, વાગમિને અને યોગિની વગેરે છે.