Just In
Don't Miss
જાણો નાતાલનાં ત્રણ રંગોનો શું અર્થ છે ?
નાતાલની સજાવટ કેટલાક રંગો વગર તો એકદમ અધૂરી છે, જેમ કે લાલ, લીલો અને ગોલ્ડ. આ રંગો નાતાલ સાથે પ્રતીકાત્મક રીતે જોડાયેલા હોય છે અને તેમનામાં કેટલાક ગૂઢાર્થો સમજાયેલા હોય છે.
નાતાલને આડે હવે થોડાક જ દિવસો રહ્યાં છે. તેવામાં સૌ તેની સજાવય સાથે વ્યસ્ત છે. આ દરમિયાન તો બાળકો ખૂબ ઉત્સાહથી બજારમાં ક્રિસમસ ટ્રીને સજાવવાનો સજાવટી સામાન લઈને આવે છે અને ટ્રીને શણગારે છે.
નાતાલની સજાવટ કેટલાક રંગો વગર તો એકદમ અધૂરી છે, જેમ કે લાલ, લીલો અને ગોલ્ડ. આ રંગો નાતાલ સાથે પ્રતીકાત્મક રીતે જોડાયેલા હોય છે અને તેમનામાં કેટલાક ગૂઢાર્થો સમજાયેલા હોય છે. આ ત્રણેય રંગો વિશે જિસસ ક્રાઇસ્ટે આપણને ત્રણ શિક્ષાઓ આપી છે કે જેના વિશે આજે અમે આપને બતાવીશું.
રંગ લાલ : આ રંગ યીશુનાં લોહીનું પ્રતીક છે. આ ઉપરાંત તેમનો બીજાઓ પ્રત્યે અપાર પ્રેમ પણ લાલ રંગને દર્શાવે છે. તેઓ સૌ કોઈને પોતાનો પુત્ર માનતા હતા અને શરત વગર તેમને પ્રેમ કરતા હતાં. લાલ રંગ માનવતાનો પાઠ પણ ભણાવે છે. તે ખુશી પણ પ્રદાન કરે છે, કારણ કે જે જગ્યાએ બહુ બધો પ્રેમ હશે, ત્યાં ખુશી પોતાની મેળે જ આવી જશે.
લીલો રંગ : લીલો રંગ વૃક્ષો અને રોપાઓને સંબોધિત કરે છે કે જે આટલી ઠંડીમાં પણ પોતાનો રંગ જાળવી રાખવામાં સફળ રહે છે. ખ્રિસ્તી ધર્મમાં માનવામાં આવે છે કે લીલો રંગ પ્રભુ યીશુનાં શાશ્વત જીવનનું પ્રતીક છે. યીશુંને ભલે બળજબરીપૂર્વક મારી દેવામાં આવ્યાં હોય, પરંતુ તેઓ આજે પણ આપણાં દિલોમાં જીવિત છે અને રહેશે પણ. તેથી લીલા રંગનો મતલબ હોય છે જીવન.
સોનેરી રંગ : સોનેરી રંગનો અર્થ કોઇકને ઉપહાર આપવો હોય છે. યીશુનાં જન્મ પ્રસંગે જે ત્રીજા રાજા આવ્યા હતાં, તેમણે ઉપહારમાં સોનું આપ્યુ હતું. ભગવાને ગરીબ મરિયમને પોતાનાંપુત્રનાં જન્મ માટે પસંદ કરી. મરિયમ અને યુસુફે યીશુને બચાવવા માટે ઘણા વિઘ્નોનો સામનો કર્યો. આ બતાવે છે કે સૌ કોઈ ભગવાન સામે બરાબર છે. આ એક ઉપહાર હતો કે જે ભગવાને માનવ જાતિને આપ્યો હતો.