Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શું કાચનું તૂટવું અપશકુન હોય છે?
શું તમે જાણો છે કે હાથી અને વાંદરા જેવા પ્રાણીઓ પાણીમાં પોતાનો પડછાયો જોઈ શકે છે? પરંતુ મનુષ્ય મોટાભાગે પોતાનો પડછાયો આયનામાં જોવાનું પસંદ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે આઈનમાં કોઈ આત્માના એક ભાગને કેદ કરવાની શક્તિ હોય છે. એવી રીતે રોમન માને છે કે આઈનમાં જોવામાં આવતી છબી સાચી રીતે તેની આત્મા હોય છે.
એટલા માટે કાંચનું તૂંટવું સાત વર્ષ માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે કેમકે કાંચ તોડનાર વ્યક્તિની આત્મા તેની અંદર ફસાઈ જાય છે.
પરંતુ આ બસ એક અંધવિશ્વાસ છે કે પછી તેની પાછળની સચ્ચાઈમાં કોઈ તર્ક છે? સદીઓ પહેલા ખૂબ મહેનત, પ્રયાસ અને વિશેષજ્ઞતાથી અરીસો બનાવવામાં આવતો હતો.
એટલા માટે તે સમયમાં ઘણો કીંમતી હતો અને દરેકને તેને ખૂબ સાવધાનીપૂર્વક રાખવામાં આવવાનું કહેવામાં આવતું. આ તૂટેલા કાંચના ટુકડાં શરીર પર વાગવાના કારણે ખૂબ દુખાવો થાય છે અને ઊંડા ઘા પણ થઇ શકે છે.
એટલા માટે લોકોમાં આ અંધવિશ્વાસને ભરી દેવામાં આવ્યો કે તૂટેલા કાંચથી સાત વર્ષ માટે દુર્ભાગ્ય આવી શકે છે એટલે તેની સંભાળ રાખવી જોઈએ. એના ઉપરાંત રોમને સૌથી પહેલા કાંચના અરીસા બનાવ્યા હતા અને તે અંધવિશ્વાસ સૌથી પહેલા યુરોપમાં સાંભળવામાં આવ્યો હતો અને પછી તે ચીન, આફ્રિકા અને ભારતીય સંસ્કૃતિ સુધી પહોંચ્યો.