For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મની પ્લાંટ કરી નાંખશે ઘરને તહેસ-નહેસ, જો તેની સાથે નહીં કરશો આ વસ્તુઓ

By Super Admin
|

જ્યાં સુધી મની પ્લાંટને ઘરમાં ઉગાડવાનો સવાલ છે, આપે ઘણી બાબતો મગજમાં રાખવી જોઇએ, નહિંતર તેની વિપરીત અસર પણ થઈ શકે છે. મની પ્લાંટ ઉગાડતી વખતે આ બધુ રાખો ધ્યાન

જ્યારે ઘરનાં વાસ્તુની વાત આવે છે, તો ઘરની લગભગ દરેક વસ્તુને સારા અને નરસા વાસ્તુ તરીકે આંકવામાં આવે છે. વાસ્તુ માત્ર ઘરની દિશાને જ અસર નથી કરતું, પણ ઘરની દરેક વસ્તુને અસર કરે છે; જેમ કે રોપા-ઝાડ, ઇનડોર-આઉટડોર બધુ.

મની પ્લાંટ સામાન્યતઃ મોટાભાગનાં ઘરોમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે તેનું નામ અને પાનની બનાવટ (નોટો જેવી) મુજબ જ આ ઘરની ફાઇનાંસ કે નાણાકીય સ્થિતિને અસર કરે છે અને તેનાથઈ ઘરમાં પૈસા આવે છે.

છતાં પણ, જ્યાં મની પ્લાંટને ઘરમાં ઉગાડવાનો સવાલ છે, તો આપે ઘણી બધી વસ્તુઓ મગજમાં રાખવી જોઇએ, નહિંતર તેની વિપરીત અસર પણ થઈ શકે છે. મની પ્લાંટ લગાવતી વખતે આ બધુ રાખો ધ્યાન...

તેને સૂકાવા ન દો

તેને સૂકાવા ન દો

આપે નિયમિત પાણી આપવું અને સિંચન કરવું જોઇએ. સૂકો અને કરમાલેયો રોપો ઘરની નાણાંકીય પરિસ્થિતિ માટે ઠીક નથી. તેનું નિયમિત રીતે ધ્યાન રાખો.

દિશા

દિશા

મની પ્લાંટને ઉત્તર-પૂર્વમાં ક્યારેય ન રાખવું જોઇએ. જોકે આ દિશામાં મૂકવાથી પૈસાની કોઈ હાનિ નથી થતી, પરંતુ પરિવારજનોનાં આરોગ્ય પર તેની વિપરીત અસર પડે છે.

પાંદડા નીચે ન પડે

પાંદડા નીચે ન પડે

જો આપનું મની પ્લાંટ બેકાર થઈ ગયું છે, ખરી ગયું છે કે કાપી દેવામાં આવ્યું છે, તો તેનાં પાંદડા નીચે ફર્શ પર ન પડવા જોઇએ. આ અશુભ ગણાય છે.

દક્ષિણ-પૂર્વમાં ઉગાવો

દક્ષિણ-પૂર્વમાં ઉગાવો

મની પ્લાંટને મુખ્યત્વે દક્ષિણ પૂર્વમાં રાખો. કારણ કે આ ભગવાન ગણેશની દિશા છે, તેથી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

લગ્નમાં વિઘ્ન

લગ્નમાં વિઘ્ન

જો આપ પરિણીત છો, તો આપે મની પ્લાંટ પૂર્વ-પશ્ચિમમાં ક્યારેય નહીં મૂકવું જુોઇએ. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વાદ-વિવાદ થાય છે.

ઇનડોર

ઇનડોર

મની પ્લાંટને ઘરની બહાર કરતાં અંદર અંદર ઉગાવવાનાં ફાયદા વધારે છે. તેને એક નાનકડા પોટમાં કાંચની બોતલમાં ઉગાડી શકાય છે. જો આપ બહારની તરફ ઉગાવી રહ્યા હોવ, તો તેને ઢાંકીને રાખો અને સૂર્યનો તડકો ન લાગવા દો.

ધનની સ્થિતિ દર્શાવે છે

ધનની સ્થિતિ દર્શાવે છે

એવું મનાય છે કે આપનું માની પ્લાંટ જેટલું લીલું હશે, ઘરમાંતેટલા જ પૈસા આવશે. મની પ્લાંટના પાંદડાઓ જેટલા વધુ હશે, પૈસા માટે તેટલું જ સારૂં રહેશે.

હાર્ટ શેપ

હાર્ટ શેપ

મની પ્લાંટનાં પાંદડા હાર્ટ શેપ એટલેકે હૃદયનાં આકારમાં હોવાનાં કારણે પરિવારમાં પ્રેમ અને ખુશીઓ લાવે છે. તેનાથી બગડતા સંબંધો સુધરે છે અને ઘરમાં પરિવારનાં સભ્યો વચ્ચે એક મધુર સંબંધ રહે છે.

ઊર્જા

ઊર્જા

એવું કહેવામાં આવે છે કે એક સ્વસ્થ અને હર્યુ-ભર્યુ મની પ્લાંટ ઘરમાં હકારાત્મક ઊર્જા લાવે છે. એટલુ જ નહીં, તે બીમારીઓને પણ દૂર રાખે છે.

કટિંગ

કટિંગ

એક બાબત આપ હમેશા ધ્યાન રાખો કે આપના મની પ્લાંટને કોઈ બીજો ન કાપે અને ન કાટ-છાંટ કરે, અહીં સુધી કે આપનાં પાડોશનો માલી પણ નહીં. આવું કરવાથી આપના પૈસા બીજાને ફાળે જશે. આગળ બીજી બાબતો પણ છે કે જેનાં પર આપે ધ્યાન આપવું જોઇએ.

ઉગાડવું

ઉગાડવું

મની પ્લાંટ ફેલાઈને આગળ વધે. તેથી તેને નાના પોટની જગ્યાએ મોટા પોટમાં ઉગાડો કે જેથી તે સારી રીતે વધી શકે.

Read more about: vastu વાસ્તુ
English summary
When it comes to potting a money plant, there are certain things that you need to keep in mind, else it might have an adverse effect.
Story first published: Thursday, April 20, 2017, 10:38 [IST]
X
Desktop Bottom Promotion