Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સુવર્ણ મંદિરની આ 7 રોચક વાતો તમારું દિમાગ ફેરવી દેશે
ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) જો કે હમિન્દર સાહિબના નામથી પણ જાણિતું છે, આ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ફક્ત સિખ સમુદાયના લોકો જ નહી પરંતુ દરેક ધર્મના વ્યક્તિઓ એટલી જ શ્રદ્ધા સાથે આવે છે.
આ ગુરૂદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને આજે આ ભારતના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. આ મંદિરની સુંદરતા મનને આકર્ષે છે અને આ પર્યટકોમાં એક ધાર્મિક મહત્વ ધરાવે છે.
તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપરાંત તેની કેટલીક રોચક અને અનોખી વાતો પણ છે. આવો જાણીએ કેટલીક એવી જ વાતો...

1. પહેલા કેવું દેખાતું હતું સુવર્ણ મંદિર
મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિશ કરવામાં આવી ન હતી. 19મી સદીમાં પંજાબના રાજા રહી ચૂકેલા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેનું તે સ્વરૂપ સામે આવ્યું જે આજે દેખાય છે.
2. મંદિર બનતાં પહેલાં
આ મંદિર બન્યું તે પહેલાં આ જગ્યા પર સિખોના પ્રથમ ગુરૂ, ગુરૂ નાનકજીએ ધ્યાન કર્યું હતું. સિખોના પાંચમા ગુરૂ, ગુરૂ અંજાનના સમયમાં આ મંદિર બન્યું હતું.
3. અન્ય ધર્મોના લોકો પણ આવે છે
આ એક પવિત્ર સ્થળ છે જ્યાં આવનાર 35 ટકા પર્યટક સિખ સિવાય અન્ય ધર્મોને માનનાર હોય છે.
4. લંગરમાં 2 લાખથી વધુ ખાય છે
ધાર્મિક કાર્યક્રમોમાં અહીં લાગનાર લંગરમાં 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદે ગ્રહણ કરે છે. અને તેનાથી વધુ આશ્વર્યની વાત એ છે કે વધુ ભોજન ભક્તો દ્વારા દાન કરવામાં આવે છે.
5. સીડીઓ ઉપર નહી, નીચે જાય છે
અહીંની સીડીઓ અન્ય પવિત્ર સ્થળોની માફક ઉપર જતી નથી પરંતુ આ નીચેની તરફ ઉતરે છે. તેની ડિઝાઇનમાં દેખાવાના બદલે એક વિનમ્રતા જોવા મળે છે. આ આખુ મંદિર શહેરના લેવલથી નીચેની તરફ બનેલું છે.
6.સોનાની પાલકી
દરરોજ સવારે ગુરૂ ગ્રંથ સાહિબ (સિખોનો ધાર્મિક ગ્રંથ)ને અકાલ તખ્ત સાહિબ વડે ફૂલો અને ગુલાબજળની સાથે પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે. પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને પરત અકાલ તખ્તમાં લઇ ગયા બાદ આખા દરબારને દૂધ વડે ધોવામાં આવે છે.
7. મુગલ અને ભારતીય વાસ્તુકલાનો નમૂનો
હાથ વડે દોરવામાં આવેલા ચિત્રો અને કલાકૃતિઓથી આ મુગલ અને ભારતીય વાસ્તુકલાનો એક બેજોડ નમૂનો પ્રતીત થાય છે.



Click it and Unblock the Notifications

















