ભારતમાં મળી આવતાં અલૌકિક શક્તિઓવાળા ઝાડ

Posted By: Super Admin
Subscribe to Boldsky

ભારતમાં વ્યાપક રીતે વિભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓના મિશ્રણ માટે જાણીતું છે. ભારતને આધ્યત્મનો દેશ ગણવામાં આવે છે અને દુનિયાભરથી લોકો આધ્યાત્મની શોધમાં આ દેશની યાત્રા કરે છે. આ એક એવો દેશ છે જ્યાં તમને દરેક રાજ્યમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો સાર મળશે તથા સાથે સાથે જૂના મંદિર અને વાસ્તુશિલ્પ પણ મળશે.

કેટલાક વૃક્ષોને પવિત્ર ગણવામાં આવે છે, જેમાં અલૌકિક શક્તિઓ હોય છે તથા ક્યારેક ક્યારેક તેમને દૈવી શક્તિઓ સાથે પણ જોડવામાં આવે છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન વૃક્ષો જેમ કે પીપળો, નારિયેળ, ભાંગ અને ચંદનની પૂજા કરવામાં આવે છે તથા તેમને હિંદુ ધર્મમાં ખૂબ સન્માન પ્રાપ્ત છે. આ પવિત્ર વૃક્ષોને ''કલ્પ વૃક્ષ'' કહેવામાં આવે છે. તેમની પૂજા કરવા ઉપરાંત તેના કેટલાક ઔષધીય ગુણ પછે.

supernatural powers

બિલિ વૃક્ષ
બિલિના વૃક્ષને 'બિલિપત્ર'' પણ કહેવામાં આવે છે તથા તેનો સંબંધ ભગવાન શિવ સાથે છે જેમને વિનાશના દેવતા કહેવામાં આવે છે. આ વૃક્ષના પત્તા ભગવાન શિવને ચઢાવવામાં આવે છે. આ ત્રિપત્તિઓ ભગવાનના કાર્યો નિર્માણ, સંરક્ષણ અને વિનાશનું પ્રતીક છે.

supernatural powers

પીપળાનું વૃક્ષ
ભગવાન શનિના આર્શિવાદ પ્રાપ્ત કરવા માટે ગુરૂવાર અથવા શનિવારે પીપળાના ઝાડને પાણી પીવડાવો. આ વૃક્ષની ચારે તરફ સાત વાર પવિત્ર દોરો બાંધીને શનિની સાડા સાતીની પરેશાનીઓથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. દોરી વીંટ્યા બાદ પીપળાના વૃક્ષની પાસે દિવો સળગાવવાનું ભૂલશો નહી.

supernatural powers

વાંસનું ઝાડ
બાંસના ઝાડનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે. લોકકથા અનુસાર ભગવાન કૃષ્ણની વાંસળી વાંસથી બનેલી હતી. એટલે વાંસનું ઝાડ ભગવાન કૃષ્ણ અને તેમની વાંસળીનું પ્રતીક છે.

supernatural powers

ચંદનનું ઝડ
ચંદનનું ઝાડ ના ફક્ત પોતાની સુગંધ અને સુંદરતા માટે જાણીતું છે પરંતુ તેની સાથે કેટલીક દૈવીય શક્તિઓ પણ જોડાયેલી છે. આ વૃક્ષનો સંબંધ દેવી પાર્વતી સાથે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમણે ભગવાન ગણેશનું નિર્માણ ચંદનના લેપ અને પોતાનો પરસેવો મિક્સ કર્યો હતો. એટલે તે ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. ચંદનના લેપનો ઉપયોગ દેવી દેવતાઓની પૂજા કરવા માટે કરવામાં આવે છે.

supernatural powers

ભાંગનું વૃક્ષ
જો તમે ભગવાન શિવ સાથે સંબંધિત કોઇ સ્થાનની યાત્રા કરો છો તો તમે ત્યાં સાધુઓને ભાંગ પીતા જોઇ શકો છો. જો કે ભાંગના વૃક્ષને હકિકતમાં પવિત્ર ગણવામાં આવે છે કારણ કે તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ભાંગના પત્તા ચઢાવવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

supernatural powers

નારિયેળનું ઝાડ
ભારતમાં નારિયેળના ઝાડને કાપવાનું અશુભ ગણવામાં આવે છે. નારિયેળના વૃક્ષને ''કલ્પ વૃક્ષ'' પણ કહેવામાં આવે છે તથા તેને એક પવિત્ર વૃક્ષ પણ ગણવામાં આવે છે તથા કોઇપણ પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ વૃક્ષ પણ ભગવાન શિવનું પ્રતિક છે.

English summary
Few trees are said to be sacred, filled with spiritual powers and sometimes associated to the supreme deities. Trees such as peepal, coconut, bhang and sandalwood are worshiped in many states of India and have high regards in Hindu religion. The sacred trees are famously referred as 'kalpa-vriksha'.
Story first published: Thursday, November 3, 2016, 13:00 [IST]