ઇફ્તારમાં ખાઓ વેજિટેબલ શિકમપુરી કબાબ

Posted By: Staff
Subscribe to Boldsky

રોઝાનાં મહિનામાં ઇફ્તારનાં સમય માટે ઘણા પ્રકારનાં પકવાનો બને છે. આજે અમે આપને ઇફ્તારી માટે વેજિટેબલ શિકમપુરી કબાબની રેસિપી જણાવવા જઈ રહ્યાં છીએ. તેને ખાઈને આપનો જૂના જમાનાનો શાહી વ્યંજનોનો સ્વાદ તાજો થઈ જશે. તેમાં ઝીણી વાટેલી શાકભાજીઓ, પનીર અને માવાનો અનોખો મેલ તેનાં સ્વાને વધુ શ્રેષ્ઠતમ્ બનાવી દે છે.

Vegetable Shikampuri Kebab

સામગ્રી :

* એક કપ ઝીણી સમારેલી અને અડધી ઉકળેલી મિક્સ શાકભાજીઓ (ગાજર, ફ્લૉવર, ફણસી વગેરે)

* ત્રણ ચતુર્થાંશ કપ બાફેલા, છોલેલા અને મસળેલા બટાકા

* એક ટી-સ્પૂન તેલ

* અડધું કપ સ્લાઇસ્ડ ડુંગળી

* એક ટેબલ-સ્પૂન ઘી

* એક ટી-સ્પૂન આદુ-લીલા મરચાનું પેસ્ટ

* એક ચતુર્થાંશ ટી-સ્પૂન હળદર પાવડર

* એક ટી-સ્પૂન લાલ મરચુ પાવડર

* મીઠું સ્વાદ મુજબ

* 2 ટેબલ-સ્પૂન સમારેલો ફુદીનો

* 2 ટેબલ-સ્પૂન સમારેલી કોથમરી

* એક ચતુર્થાંશ કપ બ્રેડ ક્રમ્બસ

* અડધુ કપ ટી-સ્પૂન એલચી પાવડર

* એક ચતુર્થાંશ કસાયેલું પનીર

* એક ચતુર્થાંશ કપ માવો

* એકચપટી તાજી વાટેલી કાળી મરી

* તેલ (તળવા માટે)

વિધિ :

* એક પહોળા નૉન-સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો, ડુંગળી નાંખી ધીમી આંચે 5થી 7 મિનિટ અથવા ડુંગળી હળવીક ભૂરી થવા સુધી સેકી લો. પછી એક બાજુ મૂકી દો.

* મિક્સ શાકભાજીઓ અને બટાકાને મેળવી મિક્સમાં વાટી મિશ્રણ બનાવી લો અને એક બાજુ મૂકી દો.

* પૅનમાંઘી ગરમ કરો અને શાહજીરૂ નાંખો.

* જ્યારે બીજ ચટકવા લાગે, આદુ, લીલા મરચા, વાટેલું મિશ્રણ, હળદર પાવડર, લાલ મરચા પાવડર અને મીઠું નાંખી 2-3 મિનિટ સુધી સેકી લો.

* ફુદીનો અને કોથમીર નાંખી વધુ એક મિનિટ સેકી લો.

* આંચથઈ હટાવી મિશ્રણને ઠંડું ધવા દો.

* પનીર, માવા અને ભૂરી કરાયેલી ુંગળી તથઆ બ્રેડ ક્રમ્બ્સ નાંખી સારી રીતે મેળવી લો.

* નૉન-સ્ટિક પૅન ગરમ કરો અને થોડાક તેલનો પ્રયોગ કરી દરેક કબાબને બંને તરફથી સોનેરી થવા સુધી તળી લો અથવા બાર્બેક્યૂમાં પાકવા સુધી પકાવી લો.

* તેલ શોષતા કાગળપર કાઢી ગરમા ગરમ પિરસો.

Read more about: veg વેજ
English summary
Perfect choice for a grand garden party, especially on a iftaar, the Vegetable Shikampuri Kebab will pamper the diners and make them feel like kings and queens.