ફટાફટ બનાવો દહીના ભલ્લા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

સાથીઓ વનઇન્ડીયા કિચન આજે તમારા માટે લઇને આવ્યું છે દહીના ભલ્લા, જેને બનાવવા ખૂબ જ આસાન છે. જે ખાવામાં ટેસ્ટી તો હોય છે હેલ્ધી પણ હોય છે અને સૌથી મોટી વાત એ છે કે તે ફટાફટ બની પણ જાય છે.

સામગ્રી: 1 કપ મગ અને અડદની ધોયેલી દાળ, પાણી, ½ ટી સ્પૂન મીઠું, અડધી ચમચી જીરૂ, 2 ચમચી આદુ સમારેલું, 5 ગ્રામ લીલા મરચાં સમારેલા, તેલ, 2 કપ ઘટ્ટ દહી, 1 કપ ખાંડ, થોડું દળેલું જીરૂ, થોડું કાળું મીઠું

ફટાફટ બનાવો દહીના ભલ્લા

રીત: સૌથી પહેલાં મગ અને અડદની દાળને 2-3 કલાક માટે પલાળી દો. હવે દાળને મિક્સરમાં બારીક દળી દો. દાળની પેસ્ટમાં મીઠું, જીરૂ, આદુ અને લીલા મરચાં મિક્સ કરી સારી રીતે હલાવી દો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે દાળની પેસ્ટના ગોળ ગોળ ભલ્લા બનાવીને ગરમ તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ભલ્લાને તળીને પેપર પર કાઢી દો જેથી તેનું વધારાનું તેલ નિકળી જશે. ઠંડા થતાં તેને ગરમ પાણીમાં પલાળી દો.

હવે બીજા વાસણમાં દહીને સારી રીતે હલાવી દો, તેમાં ખાંડ, મીઠું, જીરૂ, પાવડર, કાળું મીઠું અને સફેદ મરચાંનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી દો. પછી ભલ્લાને પાણીમાંથી કાઢીને નિચોવી દો ત્યારબાદ આ ભલ્લાને દહીમાં નાખો અને 10-15 મિનિટ સુધી પલાળી રાખો. આમલીની ચટણી નાખીને ઠંડા ભલ્લા સર્વ કરો.

Read more about: veg, વેજ
English summary
Today we are going to prepare Veg Dahi Bhalla Recipe. You can make it with in 30 minutes . Here is the recipe of Veg Dahi Bhalla
Story first published: Friday, November 25, 2016, 15:01 [IST]