For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દાળ ભાતની સાથે બેસનથી ભરેલા મરચાંનો સ્વાદ માણો

Posted By: KARNAL HETALBAHEN
|

સિમ્પલ દાળ ભાતની સાથે જો શાકભાજીના ઉપરાંત પણ લીલાં મરચાં ખાવા મળી જાય તો ખાવાના સ્વાદ ચાર ગણો વધી જાય છે. ઘણાં બધા લોકો ભરેલા કારેલાં કે પછી ભીંડા બનાવે છે પરંતુ જો તમે જમવાનું બનાવવાના શોખીન છો તો લીલાં મરચાંને પણ એક વખત ટ્રાય કરો.

ભરેલા લીલાં મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવામાં વધારે ઝંઝટ પણ કરવી પડતી નથી. આવો જાણીએ તેને બનાવવાની રીત

Stuffed Chillies Recipe

સામગ્રી-

લીલા મરચાં- ૧૨૫ ગ્રામ

ચણાનો લોટ- ૧ ચમચી

તેલ- ૨ મોટી ચમચી

હીંગ- ૧ ચપટી

જીરું- ૧/૪ નાની ચમચી

હળદર પાવડર- ૧/૪ નાની ચમચી

ધાણા પાવડર- ૨ ચમચી

ગરમ મસાલો- ૧/૪ ચમચી

આમચૂર પાવડર- ૧/૪ નાની ચમચી

મીંઠુ- ૧/૨ નાની ચમચી

બનાવવાની રીત-

૧. મોટા મોટા લીલાં મરચાંને ધોઈને તેની ડિંટા નીકાળી લો. પછી તેમાં લાંબા લાંબા ચીરા પાડો, જેનાથી તે એક સાઈડથી ખૂલી જાય.

૨. હવે એક પેનમાં ૧ ચમચી તેલ નાંખીને ગરમ કરો. પછી તેમાં હીંગ અને જીરું નાંખો.

૩. જ્યારે જીરું ભૂરું થઈ જાય ત્યારે તેમાં હળદર પાવડર અને બેસન નાંખીને ધીમી આંચ પર ભૂરું થાય ત્યાં સુધી થવા દો.

૪. પછી તેમાં ધાણા પાવડર નાંખીને ૨ મિનીટ સુધી થવા દો. હવે આંચને બંધ કરો.

૫. પછી તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલો અને મીંઠુ મિક્સ કરો.

૬. હવે આ મસાલાને મરચાંમાં ભરો.

૭. હવે પેનમાં તેલ નાંખીને ગરમ કરો, પછી તેમાં ભરેલા લીલાં મરચાં રાખીને પેનને ઢાંકી દો.

૮. તેને ધીમી આંચ પર ૨-૩ મિનીટ સુધી થવા દો.

૯. પછી પેનને ખોલીને મરચાંને પલટી નાંખો જેનાથી તે સારી રીતે ચડી જાય.

૧૦. જ્યારે તે સારી રીતે ફ્રાઈ થઈ જાય ત્યારે તેને નીકાળીને પેપર પર રાખી લો અને સર્વ કરો.

[ of 5 - Users]
English summary
This Stuffed Bhavnagari Mirchi recipe is quite unique, compared to the usual way of preparing these chillies stuffed with or marinated in spices.
Story first published: Friday, March 31, 2017, 10:46 [IST]
X
Desktop Bottom Promotion