For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાબુદાણા ટિક્કી રેસિપી : કેવી રીતે બનાવશો સાબુદાના વડા ?

સાબુદાણા ટિક્કી એક મરાઠી સ્ટાઇલનાં વડા છે કે જેને તહેવાર અને ઉપવાસમાં બહુ શોખથી બનાવવામાં આવે છે. આજે અમે અહીં આ જ ટિક્કીની રેસિપીનાં ફોટો અને વીડિયો વડે સ્ટેપ બાય સ્ટેપ તેને બનાવવાની પદ્ધતિ શૅર કરી ર

Posted By: Lekhaka
|

મહારાષ્ટ્રની સૌથી પૉપ્યુલર ડિશિસમાંની એક છે સાબુદાણા ટિક્કી. આ ટિક્કીને સામાન્ય રીતે વ્રત માટે બનાવવામાં આવે છે, પરંતુ સાબુદાણા, બટાકા અને કેટલાક તીખા મસાલાઓનો સ્વાદ એટલો આકર્ષે છે કે આપ તેને જ્યારે ઇચ્છો, ત્યારે બનાવી શકો છો. ાપ ઇચ્છો તો, તેને પાર્ટી સ્નૅક્સ કે પછી સાંજની ચા સાથે પણ બનાવી શકો છો.

બહારથી કુરકુરી અને અંદરથી મુલાયમ બનતી આ ટિક્કીની રેસિપી બહુ જ સરળ છે. બસ થોડોક સમય વધારે લાગે છે, કારણ કે સાબુદાણાને થોડુંક પલાડવાની જરૂર હોય છે.

જોકે સાબુદાણા વડા પણ સાબુદાણા ટિક્કીનું જ એક રૂપ છે, પરંતુ ફરક છે, તો બસ મસાલાઓનો. સાથે જ ટિક્કી સામાન્યતઃ તવા પર શૅલો ફ્રાય કરવામાં આવે છે, પરંતુ આપ ઇચ્છો, તો તેને કઢાઈમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો.

જો આ વરસાદની મોસમમાં કંઇક કુરકુરૂં અને ચટપટું ખાવાનો મૂડ છે, તો એક વાર જરૂર ટ્રાય કરો સાબુદાણા ટિક્કી. ઘેર બેઠા આસાનીથી બનાવવા માટે આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યાં છે આ ચટપટી ટિક્કીની રેસિપી, વીડિયો, ફોટોસ અને સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની વિધિ.

sabudana tikki recipe
સાબુદાણા ટિક્કી। કેવી રીતે બનાવશો સાબુદાણા વડા। સાબુદાણા કટલેટ રેસિપી।
સાબુદાણા ટિક્કી। કેવી રીતે બનાવશો સાબુદાણા વડા। સાબુદાણા કટલેટ રેસિપી।
Prep Time
8 Hours
Cook Time
30M
Total Time
8 Hours 30 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: સ્નૅક્સ

Serves: 12 ટિક્કી

Ingredients
  • સાબુદાણા - 1/2 કપ

    બાફેલા બટાકા (છોલેલા) - 3

    આદુ (કચડેલું) - 3 ટી સ્પૂન

    લીલા મરચા (સમારેલા) - 2 ટી સ્પૂન

    સફેદ તલ - 2 ટી સ્પૂન

    મીઠું - સ્વાદ મુજબ

    કૉર્ન ફ્લોર - 1 ટી સ્પૂન

    સેકેલી મગફળી (કાપેલી) - 6 ટેબલસ્પૂન

    તળવા માટે તેલ

    પાણી - 1/2 કપ + ધોવા માટે

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. સાબુદાણાને ચાળણીમાં લઈ સારી રીતે પાણીથી ધોઈ સંપૂર્ણ સ્ટાર્ચ નિકાળી લો.

    2. હવે એક બાઉલમાં સાબુદાણાને 1/2 કપ પાણીમાં નાંખી પલાડી દો.

    3. તેને લગભગ 6-8 કલાકો સુધી પલડવા દો.

    4. હવે થોડાક સાબુદાણા લઈ તેને મૅસ કરો, તપાસો કી તે સરળતાથી મૅશ થઈ ગયું છે, તો સમજો કે તે પકાવવા માટે તૈયાર છે.

    5. એક બાઉલમાં બાફેલા બટાકાને વાટી નાંખો.

    6. હવે પલાડેલા સાબુદાણાને બટાકામાં મેળવો.

    7. તેમાં આદુ અને લીલા મરચા નાંખો.

    8. સફેદ તલ અને મીઠું મેળવો.

    9. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક પ્રકારે લોટની જેમ ગૂંથી લો.

    10. હવે મગફળી અને કૉર્ન ફ્લોર મેળવીને પણ સારી રીતે મિક્સ કરો.

    11. હવે આ મિશ્રણને બરાબરનાં ભાગમાં વહેંચી દો, બંને હથેળીઓમાં હળવેથી દબાવી તેમને ફ્લૅટ કરો.

    12. સાથે જ સાથે, એક પૅનમાં તેલ ગરમ કરો.

    13. ગરમતેલમાં આ ટિક્કીઓને નાંખો.

    14. સાઇડ્સ બદલી તેમને તળતા રહો.

    15. ત્યાં સુધી તળો કે જ્યાં સુદી બંને સાઇડ્સ હળવીક ભૂરી ન થઈ જાય. ગૅસ બંધ કરી ટિક્કીને પ્લૅટમાં મૂકો.

Instructions
  • 1. સાબુદાણા સારી રીતે ધોયેલું હોવું જોઇએ અને તેનું સ્ટાર્ચ પણ નિકળી જવું જોઇએ, નહિંતર ટિક્કી બરાબર નહીં બને, કારણ કે તે ચિપચિપી થઈ જશે.
  • 2. સાબુદાણા પલાડતી વખતે પાણી યોગ્ય માત્રામાં જ નાંખો. વધુ પાણી નાંખવાથી સાબુદાણા ઘુરી જશે.
  • 3. વ્રતમાં સાધારણ મીઠાનાં સ્થાને સિંધવ મીઠું પણ ઉપયોગ કરી શકો છો.
  • 4. આપ ઇચ્છો, તો ટિક્કીને ડીપ ફ્રાય પણ કરી શકો છો.
Nutritional Information
  • સર્વિંગ સાઇઝ - 1 tikki
  • કૅલોરીઝ - 40 cal
  • ફૅટ - 7 g
  • પ્રોટીન - 1 g
  • કાર્બોહાઇડ્રેટ્સ - 11 g
  • શુગર - 1 g

સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો સાબુદાણા ટિક્કી ?

1. સાબુદાણાને ચાળણીમાં લઈ સારી રીતે પાણીથી ધોઈ સંપૂર્ણ સ્ટાર્ચ નિકાળી લો.

2. હવે એક બાઉલમાં સાબુદાણાને 1/2 કપ પાણીમાં નાંખી પલાડી દો.

3. તેને લગભગ 6-8 કલાકો સુધી પલડવા દો.

4. હવે થોડાક સાબુદાણા લઈ તેને મૅસ કરો, તપાસો કી તે સરળતાથી મૅશ થઈ ગયું છે, તો સમજો કે તે પકાવવા માટે તૈયાર છે.

5. એક બાઉલમાં બાફેલા બટાકાને વાટી નાંખો.

6. હવે પલાડેલા સાબુદાણાને બટાકામાં મેળવો.

7. તેમાં આદુ અને લીલા મરચા નાંખો.

8. સફેદ તલ અને મીઠું મેળવો.

9. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને એક પ્રકારે લોટની જેમ ગૂંથી લો.

10. હવે મગફળી અને કૉર્ન ફ્લોર મેળવીને પણ સારી રીતે મિક્સ કરો.

11. હવે આ મિશ્રણને બરાબરનાં ભાગમાં વહેંચી દો, બંને હથેળીઓમાં હળવેથી દબાવી તેમને ફ્લૅટ કરો.

12. સાથે જ સાથે, એક પૅનમાં તેલ ગરમ કરો.

13. ગરમતેલમાં આ ટિક્કીઓને નાંખો.

14. સાઇડ્સ બદલી તેમને તળતા રહો.

15. ત્યાં સુધી તળો કે જ્યાં સુદી બંને સાઇડ્સ હળવીક ભૂરી ન થઈ જાય. ગૅસ બંધ કરી ટિક્કીને પ્લૅટમાં મૂકો.

[ 4.5 of 5 - 31 Users]
English summary
Sabudana tikki is a famous Marathi snack that is ideal for the evening tea time and is also prepared during festivals. Watch the video recipe
X
Desktop Bottom Promotion