રમઝાનમાં ફટાકથી તાકાત આપશે ખજૂરનાં આ લાડવા

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઇસ્લામિક કૅલેંડર મુજબ દર વર્ષે નવમા મહિને રમઝાન આવે છે કે જેને મુસ્લિમ સમુદાય ખૂબ જ પ્રેમથી ઉજવે છે. હાલનાં સમયમાં ઇફ્તારનું જમણ ખૂબ જ ટેસ્ટી બનાવવામાં આવે છે, પરંતુ તેને પૌષ્ટિક પણ બનાવવામાં આવે, તો આરોગ્ય સારૂ રહી શકે છે.

આ જ બાબતને ધ્યાનમાં લઈ અમે રોઝા માટે ખજૂરનાં લાડવા બનાવતા શીખવાડીશું. તેને જો મહિલાએ ખાશે, તો તેમને ખૂબ ફાયદો મળી શકે છે.

આ શુગર ફ્રી અને ફૅટ ફ્રી લાડવા છે કે જે હેલ્ધી હોય છે. તો જો આપને પોતાનું ફાસ્ટ છોડવું હોય, તો આ લાડૂ જરૂર બનાવો. આવો જાણીએ તેની રેસિપી.

how to prepare ladoo

સામગ્રી :

* ખજૂર - 20 મોટા આકારનાં

* સમારેલા ડ્રાય ફ્રૂટ્સ કિશમિશ, કાજૂ, બદામ, પિસ્તા - 1 કપ

* છીણેલુ નારિયેળ

વિધિ :

1. સૌપ્રથમ સૂકા માવાને ગરમ તવા પર રોસ્ટ કરી લો. આંચને તેજ રાખો અને માત્ર 2 મિનિટ જ રોસ્ટ કરો.

2. હવે ખજૂરનાં બીજ કાઢી તેને છુંદી લો. પછી તેને માઇક્રોવેવમાં 30થી 40 સેકન્ડ સુધી મુલાયમ થવા સુધી સેકી લો.

3. હવે તેમાં છીણેલું નારિયેળ મિક્સ કરો.

4. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને પછી તેને થોડુંક ઠંડું થવા દેવા માટે મૂકી દો.

5. હવે બ્લેંડર લો. તેમાં આ મિશ્રણને નાંખો અને વાટી લો. પછી આ મિશ્રણમાંથી નાના-નાના લાડવા બનાવી લો.

6. ઊપરથી લાડવાઓ પર નારિયેળની છીણ લપેટો.

7. આપનાં લાડવા તૈયાર છે. તેમને શક્તિ પામવા માટે ખાવો.

English summary
You can make this recipe using the stove too. It is sugar free and fat free, thus making it healthy for even the elderly.
Story first published: Friday, June 2, 2017, 12:20 [IST]