Just In
Don't Miss
ઈફ્તારના સમયે ગળાની તરસ છીપાવશે ચંદનનો શરબ
ઈફ્તારના સમયે શરીરને એવી વસ્તુ આપવી જોઈએ જેનાથી ગળાની તરસ છીપે અને શરીરમાં તાકાત આવે. દિવસભર ખાલી પેટ હોવાના કારણે જ્યારે શરીરમાં કંઈક ઠંડુ જાય છે તો હદયને ઘણી ઠંડક મળે છે. આ વાત પર આજે અમે તમારા માટે ચંદનના શરબતની રેસિપી લઈને આવ્યા છીએ, જેને બનાવવો ઘણો સરળ છે. આ ટેસ્ટી શરબત ખાંડ અને થોડા દૂધની સાથે બને છે. જેમ કે તમે જાણો છો કે ચંદનમાં ઠંડક પહોંચાડવાનો ગુણ હોય છે એટલા માટે આ શરબતમાં પણ ચંદનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
બનાવવાનો સમય - ૨૫ મિનીટ
સામગ્રી-
- ૧ કિલો ખાંડ
- ૩ લીટર પાણી
- ૧૦ ગ્રામ ચંદન પાવડર - પોટલીમાં બાંધી દો
- ૨ ચમચી દૂધ
- ૨ ચમચી લીંબુનો રસ
ચંદનનો શરબત બનાવવાની રીત-
૧. પાણીમાં ખાંડ ઘોળી લો અને તેને આંચ પર રાખો.
૨. હવે આંચને તેજ કરીને પાણીને બાળી નાંખો.
૩. પછી તેમાં દૂધ નાંખીને થવા દો. તેના પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરો.
૪. પછી ચેક કરો કે ૧ તારની ચાસણી તૈયાર થઈ કે નહી.
૫. પછી પેનને આંચ પરથી નીચે ઉતારો અને તેમાં ચંદનનું પેકેટ નાંખીને તરત જ ઢાંકી દો.
૬. તેને આખી રાત એમ જ રહેવા દો અને પછી ચંદનને ગાળીને તે શરબતને એક બોટલમાં ભરીને રાખી લો.
૭. તમારો ચંદન શરબત મહેમાનોને આપવા માટે તૈયાર છે.