સ્વાદથી ભરપૂર પ્લેન ઢોસા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

નાશ્તામાં જો તમે ઢોસા ખાધા હશે તો તમે આખો દિવસ ફ્રેશ અને પેટ ભરેલું અનુભવશો. પ્લેન ઢોસા એટલો હળવો હોય છે કે તેને ખાધા પછી કોઇપણ પ્રકારની પરેશાની અનુભવાશે નહી. સાથે જ આ ખૂબ જ પૌષ્ટિક ડીશ છે, જેમાં અડદની દાળનું મિશ્રણ હોય છે. પ્લેન ઢોસા અને નારિયેળની ચટણી ખાઇને જાણે સ્વર્ગનો અનુભવ થાય છે. ચાલો જોઇએ પ્લેન ઢોસા બનાવવાની સરળ રીત.

સ્વાદથી ભરપૂર પ્લેન ઢોસા

સામગ્રી-

3 કપ ચોખા,

1 કપ અડદની દાળ,

1 ચમચી મીઠું,

1 ચમચી મેથીના દાણા,

તેલ

રીત-

સૌથી પહેલાં દાળ અને મેથીને 6 કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેને થોડું પાણી નાખીને વાટી દો, પછી તેમાં મીઠું મિક્સ કરો અને તેને 12 કલાક સુધી મુકી દો જેથી તેમાં આથો આવી જાય. હવે એક નોન સ્ટિક તવો ગરમ કરો અને તેના પર એક ચમચી ઢોસાનું ખીરૂ નાખો અને સારી રીતે ગોળાઇમાં તવા પર પાથરી દો. ઢોસાની બીજી તરફ તેલ લગાવીને સેકી દો. તમારો પ્લેન ઢોસા તૈયાર થઇ ચૂક્યો છે. હવે બીજો ઢોસો બનાવતાં પહેલાં તવા પર પાણી છાંટો તેના પર સ્વચ્છ કપડું ફેરવો અને બીજો ઢોસો બનાવો. ગરમ ઢોસાને સાંભર અને ચટની સાથે પીરસો.

English summary
Here’s a delicious, light plain dosa recipe that is a popular south Indian dish and can be enjoyed with sambhar.
Story first published: Wednesday, November 30, 2016, 12:30 [IST]