Just In
Don't Miss
વીડિયો જોઈ નાતાલ પર એવી રીતે બનાવો બ્લૅક ફૉરેસ્ટ કેક
નાતાલનાં દિવસે જો આપે પોતાનાં ઘરે સાંતા ક્લૉઝને વેલકમ કરવું હોય, તો આપ તેમના માટે બ્લૅક ફૉરેસ્ટ કેક બનાવી શકો છો.
ક્રિસમસ એટલે કે નાતાલ નજીક આવી રહ્યું છે એટલે કે બેકરીઝમાં કેક, પેસ્ટ્રીઝ તથા કુકીઝની ભરમાર થવા લાગી છે. નાતાલનાં દિવસે જો આપે પોતાનાં ઘરે સાંતા ક્લૉઝને વેલકમ કરવું હોય, તો આપ તેમના માટે બ્લૅક ફૉરેસ્ટ કેક બનાવી શકો છો.
સાથે જ આ દિવસે પોતાનાં બાળકોને સાચી ખુશી અને સરપ્રાઇઝ આપવા માટે પણ આ બ્લૅક ફૉરેસ્ટ કેક બનાવી શકાય છે. આવો જાણીએ આ વીડિયો જોઈને કે કેક કઈ રીતે બનાવી શકાય છે ?
કેટલી કેક - 1
તૈયારીમાં સમય - 20 મિનિટ
પકાવવામાં સમય - 30 મિનિટ
સામગ્રી -
કેક માટે -
* ચૉકલેટ કેક - 1
* ફેંટેલી ક્રીમ - 4 કપ
* ચૅરી - 16 (વચ્ચેથી અડધી કરેલી)
શુગર સિરપ માટે -
* શુગર - 1/2 કપ ખાંડ
* પાણી - 3/4 કપ
ગાર્નિશિંગ માટે -
* ચૉકલેટ કર્લ - 3/4 કપ
* ચૅરી - 10 (આખી)
1. એક ચૉકલેટ કેક ખરીદો. તે એગલેસ પણ માર્કેટમાં મળી જાય છે. પછી તેની ત્રણ લૅર કાપો. પછી તેને ડુબાડવા માટે આપે શુગર સિરપ બનાવવાની જરૂર પડશે. તેના માટે એક વાસણમાં પાણી અને ખાંડ ત્યાં સુધી મેળવો કે જ્યાં સુધી તે ભળી ન જાય.
2. પછી તેમાં પોતાની મનપસંદ દારૂ જેમ કે બ્રાંડી કે રમ વગેરે મેળવો. પછી તેને ઉકાળો અને આંચ બંધ કરી દો. હવે આ શુગર સિરપને રૂમનાં તાપમાને ઠંડુ થવા દો. હવે આપ એક મોટું વાસણ લો અને તેમાં ક્રીમને ત્યાં સુધી ફેંટો કે જ્યાં સુધી તે ફીણદાર ન થઈ જાય.
3. હવે કેકની એક લૅર લો. પછી તેને શુગર સિરપમાં ડુબાડો અને તેની પર ક્રીમ લગાવો.
4. કેક પર ક્રીમની મોટી લૅર ફેલાવો. પછી તેની ઉપર વચ્ચેથી કપાયેલી ચૅરી લગાવો.
5. હવે કેકનું બીજી લૅર લો અને તેને પણ પહેલા વાળી કેકની જેમ કરો. એવું ત્રીજી લૅર સાથે પણ કરો. તે પછી આખી કેકને ક્રીમ પર લગાવી ઢાંકી દો. તે પછી કેક ઉપર ચૉકલેટ કર્લ લગાવો અને ચૅલીથી ગાર્નિશ કરો.
6. કેકનાં કિનારે પણ ચૉકલેટ કર્લ લગાવો. આપના માટે ઘરે તૈયાર બ્લૅક ફૉરેસ્ટ કેક સર્વ કરવા માટે તૈયાર છે.