Related Articles
ફટાફટ બનાવો કઢાઈ મશરૂમ
જો તમે વેજિટેરીયન છો તો વ્યાજબી છે કે તમને મશરૂમ ખૂબ જ પસંદ હશે. મશરૂમ ખાવાના પોતાના જ સ્વાસ્થ્ય લાભ છે, તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જો તમે મશરૂમની કોઇ અલગ સબ્જી ટ્રાઈ કરવા ઈચ્છો છો, તો કઢાઈ મશરૂમ બનાવીને જુઓ. આ મશરૂમની સબ્જી તમારા ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. આવો જાણીએ તેને બનાવવાની રીત.
કેટલા લોકો માટે- ૩
બનાવવા માટેનો સમય- ૨૦-૨૫ મિનીટ
સામગ્રી-
મશરૂમ- ૨૫૦ ગ્રામ
ડુંગળી-૨
શિમલા મિર્ચ-૧
ટામેટા- ૨-૩
આદુ- ૧/૨ ઈંચ
લસણ- ૪-૫
લીલા મરચા- ૩-૪
લાલ મચરનો પાઉડર- ૧ ચમચી
હળદર પાવડર- ૧/૨ ચમચી
ધાણા પાઉડર- ૧ ચમચી
ગરમ મસાલો- ૧ ચમચી
મીંઠુ
પાણી- ૧ કપ
ઘી- ૪ ચમચી
રીત- મશરૂમને ધોવો અને સ્લાઈસમાં કાપી લો. મિક્સરમાં આદુ, લસણ અને લીલા મરચાને પીસો અને તેમાં થોડું પાણી પણ મેળવી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરો, પછી તેમાં ડુંગળી નાંખો અને લાલ થાય ત્યાં સુધી સાંતળો. પછી આદુ-લસણની પેસ્ટને નાંખો અને ધીમી આંચ પર ફ્રાય કરો. હવે તેમાં કાપેલા ટામેટાં, શિમલા મિર્ચ અને મીંઠુ નાખો અને બે મિનિટ સુધી હલાવો. ત્યાર બાદ, હળદર અને લાલ મરચાનો પાવડર નાખો. હવે પેન માં કાપેલા મશરૂમ નાખીને એક કપ પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરી લો અને હલાવો. જ્યારે ગ્રેવી જાડી થઇ જાય ત્યારે પેનને આંચ પરથી ઉતારી લો અને તેમાં કાપેલા લીલા ધાણા નાંખો.