વેજીટેરીયન માટે કાચાં ફણસના કબાબ

ફણસમાં મળી આવનાર પોટેશિયમ હાર્ટથી જોડાયેલી બિમારીઓથી સુરક્ષિત રાખે છે.

Posted By: KARNAL HETALBAHEN

કબાબનું નામ સાંભળતા જ દરેકના મોંઢામાં પાણી આવી જાય છે. અને કોઈ કબાબનો મતલબ ચિકન અને મટન કબાબ જ સમજે છે. પરંતુ જો તમે વેજીટેરીયન છો તો પણ હેરાન થવાની કોઈ જરૂર નથી. આજે અમે ફણસના કબાબ બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તમે આ કબાબને દાળ ભાતની સાથે ખાઇ શકો છો કે પછી તેને ગ્રેવીની સાથે પણ ખાઇ શકો છો.

how to make jackfruit kebab

સામગ્રી :

- અડધો કિલો કાચા ફણસના ટુકડામાં કાપેલા

- એક કપ ડુંગળીની પેસ્ટ

- અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી

- ૨ ચમચી કાચાં પપૈયાની પેસ્ટ

- ૨ ચમચી કબાબ મસાલો

- મીંઠુ, લાલ મરચાનો પાવડર સ્વાદ મુજબ

- ૧ ચમચી કસૂરી મેથી

- ચમચી લાલ મરચાંનો પાવડર

- ૨ ચમચી ચાટ મસાલો

- કોટિંગ માટે બ્રેડ ક્રમ્બ

- તેલ

બનાવવાની રીત:

- ફણસને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે એકદમ મુલાયમ ના થઈ જાય.

- ફણસને ગાળી લો અને ચમચીથી સારી રીતે મેશ કરી લો. તેમાં કોઈપણ ગાંઠ ના હોવી જોઇએ.

- તેલને બાદ કરતાં બાકી બધી સામગ્રીને તેમાં મિક્સ કરી લો અને આખા મિશ્રણને સારી રીતે મિક્સ કરો.

- હવે આ મિશ્રણને ૧૮-૨૦ બરાબર ટુકડાંમાં વહેંચી લો. તેની નાની-નાની લૂઈ કે પેંડા બનાવીને હાથથી ગોળ કરો અને પછી દબાવીને ચપટા કરીને કટલેટનો શેપ આપો. કટલેટ બનાવતા સમયે તમારી હથેળીમાં થોડું તેલ લગાવો જેથી તે હાથોમાં ચોટે નહી.

- હવે આ કટલેટને બ્રેડ ક્રમ્બમાં લપેટો.

- તવાને તેજ આંચ પર ગરમ કરો અને પછી તેમાં તેલ નાંખીને તેને ગરમ થવા દો. હવે તેના પર કટલેટને રાખીને બન્ને બાજુ ફેરવીને શેકો.

[ of 5 - Users]
Story first published: Saturday, June 10, 2017, 13:00 [IST]
X
Desktop Bottom Promotion