રોટી અને દાળ સાથે સ્વાદ વધારશે અચારી દહીવાલી ભિંડી

Posted By: KARNAL HETALBAHEN

ભિંડીની સબ્જી એવી સબ્જી છે જેને બધા મજાથી ખાય છે. ભરવા ભિંડી, મસાલેદાર ભિંડી. જાયકેદાર ભિંડીનું નામ સાંભળતાં જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. આજે અમે તમારી સાથે અચારી દહીંવાળી ભિંડીની રેસિપી શેર કરી રહ્યાં છીએ.

અચારી ભિંડી અથાણાના ઉપયોગથી નથી બનતી પરંતુ તેમાં ઘણા બધા મરચાં અને ટામેટા નાખવામાં આવે છે, જેથી આ સ્પાઇસી થઇ જાય છે. અચારી ભિંડીને ગરમા-ગરમ રોટી અને દાળ સાથે ખાવામાં મજા આવે છે. આવો જોઇએ તેને બનાવવાની રીત.

Achari Bhindi Recipe

સામગ્રી-

500 ગ્રામ - ભિંડી

3 મોટા ચમચા - ઓઇલ

1 નાની ચમચી - વરિયાળી

1 નાની ચમચી - રાઇ

એક ચતૃથાંશ - મેથીના દાણા

મીઠું સ્વાદનુસાર

એક ચપટી હિંગ

એક ચતૃથાંશ ચમચી હળદર

1 નાની ચમચી લાલ મરચું

એક અડધી ચમચી કલૌંજી

એક મોટી ચમચી લીંબુનું અથાણું અડધો કપ ફિણેલું

રીત

સ્ટેપ 1

એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. વરિયાળી, રાઇ અને મેથીના દાણા એક મિક્સરમાં નાખીને દળી દો. દરેક ભિંડીના 2-3 ટુકડા કરો અને તવામાં નાખો. પછી મીઠું નાખો અને ઢાંકીને રાંધો.

સ્ટેપ 2

હિંગ નાખીને મિક્સ કરો. દળેલો મસાલો નાખીને મિક્સ કરો. હળદર, મરચું નાખીને ફરી એકવાર મિક્સ કરો.

સ્ટેપ 3

કલૌંજી નાખીને પેનને ઢાંકી દો અને રાંધો. થોડીવાર પછી લીંબુના અથાણાની તરીને નાખો અને દહી પણ નાખો અને મિક્સ કરો. ઢાંકીને ધીમા તાપે 10 મિનિટ સુધી શેકાવા દો. હવે તેને દાળ અને રોટીની સાથે ગરમા ગરમ પિરસો.

[ of 5 - Users]
Story first published: Saturday, April 1, 2017, 16:00 [IST]
X
Desktop Bottom Promotion