Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આવી રીતે બનાવો લીલા વટાણાની ટેસ્ટી બરફી
લીલા વટાણાથી ખૂબ જ ટેસ્ટી બરફી બનાવી શકાય છે. તેના માટે આપને વધુ કોઇક સામગ્રીની જરૂર નહીં પડે. તો આવો જાણીએ તેની રેસિપી :
આજ-કાલ બજારમાં ઢગલાબંધ લીલા વટાણા ઉપલબ્ધ છે. તેવામાં આપે તેનો ઉપયોગ કરી ઘરે જ ઢગલાબંધ વ્યંજનો બનાવવા જોઇએ.
જો આપ લીલા વટાણાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો આજે અમે આપને લીલા વટાણાની બરફી બનાવતા શીખવાડીશું. હા જી, લીલા વટાણાથી ખૂબ જ ટેસ્ટી બરફી બનાવી શકાય છે.
તેના માટે આપને વધુ કંઇક સામગ્રીની જરૂર નહીં પડે. તો આવો જાણીએ તેની રેસિપી :
કેટલા સભ્યો માટે - 4
તૈયારીમાં સમય - 15 મિનિટ
પકાવવામાં સમય - 20 મિનિટ
સામગ્રી :
* લીલા વટાણા - 1 કપ
* પિસ્તો, પાણીમાં ગરમ કરી તેને ગાળી લો અને ઝીણું સમારી લો - 1/2 કપ
* ઘી - 3 ચમચી
* માવો - 2 કપ
* ખાંડ - 3/4 કપ
* લીલું એલચી પાવડર - 3/4 ચમચી
વિધિ :
1. સૌપ્રથમ એક મિક્સ જારમાં લીલા વટાણા અને થોડુંક પાણી નાંખી તેને વાટી લો.
2. પછી નૉન સ્ટિક પૅનમાં ઘી ગરમ કરો. તેમાં વાટેલા વટાણા નાંખો અને સતત હલાવતા તેનું પાણી ખતમ કરી નાંખો.
3. પછી પૅનમાં માવો નાંખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં ખાંડ મેળવો અને હલાવો.
4. હવે બીજી એક ઍલ્યુમિનિયમની ટ્રે પર ઘી લગાવો.
5. પછી તેમાં લીલી એલચી અને અડધા પિસ્તા નાંખી મિક્સ કરો.
6. આ મિશ્રણને ટ્રે પર નાંખો અને ફેલાવો.
7. ઉપરથી બાકી બચેલા પિસ્તા નાંખો અને બરફીને ઠંડી થવા માટે મૂકી દો.
8. જ્યારે બરફી ઠંડી થઈ જાય, ત્યારે તેને ફ્રીઝમાં મૂકી દો અને બાદમાં તેને કાઢી ચાકૂથી કાપી સર્વ કરો.