For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવો બનાવીએ રસીલી જલેબી

Posted By: Lekhaka
|

સવારનાં નાશ્તામાં દહીં-જલેબી મળી જાય, તો વાત જ શું ? જલેબી એક એવી ડિશ છે કે જે આપ ક્યારેય અને કોઈ પણ મોસમમાં ખાઈ શકો છો. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં પણ તેને ખૂબ લજ્જત સાથે ખાવામાં આવે છે. મોટાભાગે લોકો ઘરે જલેબી નથી બનાવતા, પરંતુ આજે અમે આપને બતાવીશું ઘરે જ ગરમા-ગરમ જલેબી બનાવવાની રીત :

સામગ્રી - 2 વાટકી મેદું, 1 નાની ચમચી બૅકિંગ પાવડર, તળવા માટે ઘી, 2 વાટકી ખાંડ, ચપટી ભર કેસર, 1 નાની ચમચી ગુલાબ જળ, 2 દળેલી નાની એલચી.

આવો બનાવીએ રસીલી જલેબી

વિધિ : જલેબી બનાવવા માટે સૌપ્રથમ મેદામાં બૅકિંગ પાવડર મેળવી ગાળી લો. તે પછી ગાળેલા મેદામાં પાણી નાંખી ક્રીમ જેટલું પાતળુ બનાવી લો અને તે ઘોળને 24 કલાક માટે ગરમ સ્થળે મૂકી દો કે જેથી હળવું ખમીર આવી જાય. જ્યાં સુદી મેદામાં ખમીર ઉઠે, ત્યાં સુધી 2 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાંખો અને એક તારની ચાસણી બનાવી ઉકાળી લો. તે પછી ચાસણીમાં હુંફાળા પાણીમાં ઘોળેલા કેશર ગુલાબ જળ તથા એલચી નાંખો.

ચાસણી તૈયાર થઈ ગયા બદા કઢાઈમાં ઘી ગરમ કરો અને મેદાનાં ઘોળને એક નરમ કપડામાં નાંખી બાંધી લો અને નીચેથી નાનકડું કાણુ પાડી દો. બજારમાં આવતા પ્લાસ્ટિકનાં નાના મોઢા ધાવતા ડબ્બાનો પ્રયોગ કરી શકાય છે કે જે ખાસ આ જ કામ માટે હોય છે. ધ્યાન રાખો કે ઘોળ ન વધુ પાતળું હોય કે ન વધુ ગાઢું. તે પછી કપડામાં બાંધેલા ઘોળ દ્વારા કઢાઈમાં ગોળ-ગોળ જલેબીઓ બનાવીને ઉતારી લો. સારી તળેલી જલેબીઓ ચાસણીમાં નાંખો. 5 મિનિટ બાદ ચાસણીમાંથી કાઢી ગરમ-ગરમ જલેબી પિરસો.

[ of 5 - Users]
English summary
'Jalebi recipe'. The yellow, sugary, web shaped sweet dishes are famous not only in India but even Bangladesh, Nepal and Pakistan.
Story first published: Monday, November 28, 2016, 14:34 [IST]
X
Desktop Bottom Promotion