For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરમાગરમ ક્રિસ્પી સોજી-મેથીના પરાઠા

Posted By: KARNAL HETALBAHEN
|

પરાઠા કોને પસંદ નથી હોતા, બટાટાના પરાઠા, કોબીજના પરાઠા અને મેથીના પરાઠા. નાસ્તામાં દરેક ઘરમાં પરાઠા બધાની પહેલી પસંદ હોય છે. મેથીના પરાઠા તમે ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને મેથીના પરાઠામાં કંઈક નવું એક્સપેરિમેન્ટ કરતા મેથી સોજીના પરાઠાની રેસિપી શેર કરી રહ્યા છીએ. તે ટેસ્ટી હોવાની સાથે જ હેલ્દી ડાયેટ પણ છે.

Methi Paratha Recipe

આવશ્યક સામગ્રી-

સોજી- ૧ કપ (૧૫૦ ગ્રામ)

મેથી- ૧/૨ કપ (ઝીણી સમારેલી)

તેલ- ૨ થી ૩ ટેબલ સ્પૂન

મીંઠુ- સ્વાદ મુજબ

અજમો- ૧/૪ નાની ચમચી

હીંગ- ૧ ચપટી

રીત-

કોઈ મોટા વાસણમાં ૧ કપ પાણી નાંખીને ગરમ કરવા માટે રાખી લો, સાથે જ પાણીમાં મીંઠુ, અજમો, હીંગ નાંખીને તેને ઢાંકીને ઉકાળી લો.

૧. પાણી ઉકળી ગયા પછી તેમાં ૧ નાની ચમચી તેલ અને સોજી નાંખીને મિક્સ કરી લો, ગેસ બંધ કરી લો અને સોજીને ઢાંકીને ૧૦ મિનીટ માટે રાખી દો, તેના પછી સોજીનો લોટ બાંધો.

૨. ૧૦ મિનીટ પછી સોજીને ગ્લાસમાં નીકાળી લો અને તેમાં ઝીણી સમારેલી મેથી નાંખીને મિક્સ કરો અને મસળી-મસળીને લોટ બાંધી લો. હાથ પર થોડું તેલ લગાવીને લોટને બાંધો અને ચિકણો કરીને તૈયાર કરો.

૩. પરાઠા બનાવવા માટે લોટ તૈયાર છે, તવાને ગેસ પર રાખીને ગરમ કરો, બાંધેલા લોટમાંથી થોડો લોટ નાના જામફળ જેટલો લો અને ગોળ ગોળી બનાવો. ગોળીને સૂકા લોટામાં લપેટીને ૫ થી ૬ ઈંચના વ્યાસમાં ગોળ પરાઠા વણી લો, વણેલા પરાઠા પર થોડું તેલ નાંખો અને ચારેબાજુ ફેલાવી દો અને અડધો વાળી લો. અડધા વાળેલા પરાઠા પર થોડું તેલ લગાવીને સારી સપાટી પર ફેલાવો. પછી અડધો વાળી લો. તૈયાર ત્રિકોણને સૂકા લોટમાં લપેટો અને ત્રિકોણ આકારમાં જ વાળીને તૈયાર કરી લો.

૪. ગરમ તવા પર થોડું તેલ નાંખીને ચારેબાજુ ફેલાવી દો. પછી, વણેલા ત્રિકોણ પરાઠાને તવા પર નાંખીને પરાઠાની નીચેની સપાટી પર થોડું શેકાઈ ગયા પછી ફેરવી નાંખો. જ્યાર પરાઠા બીજી બાજુ બ્રાઉન કલરના થઇ જાય ત્યારે તેને પહેલી સપાટી પર થોડું તેલ નાંખીને ચારે બાજુ ફેલાવી દો. પરાઠાને ફેરવી લો અને બીજી બાજુ પણ તેલ નાંખીને ફેલાવો. પરાઠાની ઉપર ચમચીથી દબાવો, બ્રાઉન કલરના થાય એટલે શેકીને ફેરવી લો. પરાઠાને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો. શેકેલા પરાઠાને કોઈ પ્લેટ પર રાખીને ગ્લાસ પર રાખી લો. બધા પરાઠા આ રીતે બનાવીને તૈયાર કરી લો.

૫. સ્વાદ અને ભરપૂર ગરમાગરમ ક્રિસ્પી સોજી મેથીના પરાઠા તમે માખણ, દહી, ચટણી, અથાણું કે તમારી મનપસંદ કોઈપણ શાકભાજી સાથે પીરસી શકો છો.

[ of 5 - Users]
Read more about: indian bread veg વેજ
English summary
Methi Paratha is a delicious indian bread. If you are searching something to eat for breakfast then make this Paratha.
Story first published: Wednesday, March 15, 2017, 12:14 [IST]
X
Desktop Bottom Promotion