દિવાળી પર બનાવો નારિયેળનો હલવો

Posted By: Staff
Subscribe to Boldsky

દિવાળી પર કંઇક મીઠું ખાવું હોય તો તમે નારિયેળનો હલવો બનાવી શકો છો. આમ પણ આ દિવસોમાં ઘણા લોકો આપણા ઘરે આવે છે, તો એવામાં તેમને તમારા હાથ વડે બનાવેલો નારિયેળનો હલવો ખવડાવશો તો તમને પણ સારું લાગશે. આ ખૂબ જલદી તૈયાર થઇ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં સ્વાદ વધારવા માટે તમારે તાજા ધીનો ઉપયોગ કરવો પડશે. આવો જાણીએ દિવાળી પર બનાવવા માટે નારિયેળનો હલવો કેવી રીતે બનાવાઇ છે.

કેટલા- 3 લોકો માટે
તૈયારીમાં સમય- 15 મિનિટ
બનાવામાં સમય- 15 મિનિટ

Coconut Halwa For Diwali

સામગ્રી-

  • 1 કપ બારીક છિણેલું કોપરું
  • 1/4 કપ કાજૂ
  • 1/4 કપ બદામ
  • 1/2 કપ ખાંડ
  • 1/2 કપ પાણી
  • થોડું કેસર 5 ચમચી ગરમ દૂધમાં પલાળેલું
  • 4 ચમચી ધી

રીત-
- સૌથી પહેલા ગરમ પાણીમાં કાજૂ અને બદામને થોડીવાર સુધી પલાળી દો, જેથી બદામની છાલ નીકળી જાય અને કાજૂ મુલાયમ થઇ જાય.
- ત્યારબાદ કાજૂ, બદામ અને છિણેલા નારિયેળને થોડા પાણીમાં ભેળવી વાટીને પેસ્ટ બનાવી લો.
- હવે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ધીમા તાપે સતત ચાલુ રાખી રાંધો.
- જ્યારે આ મિશ્રણ ગાઢ થઇ જાય ત્યારે તેમાં છિણેલું નારિયેળ અને કાજૂની પેસ્ટ મિક્સ કરો.
- પછી તેમાં કેસરવાળું મિશ્રણ મિક્સ કરો.
- ઉપરથી ઘી નાખો અને સતત ચાલુ રાખો.
- પછી ગેસ બંધ કરી દો અને ફરી એકવાર ચાલુ કરી તેને ગરમા ગરમ સર્વ કરો.

English summary
Try out this coconut halwa during this diwali. This coconut halwa turns out very soft and yummy and you will love it.