Just In
- 586 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 594 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1324 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1327 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સગર્ભા સ્ત્રીઓ સાથે ભૂલીને પણ ન કરો આ વાતો
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ઘણા પ્રકારના ચેંજિસ થાય છે. પછી તે માનસિક હોય કે શારીરિક. આ દરમિયાન મહિલાઓમાં કેટલાક કેટલાક વિચિત્ર હૉર્મોન્સ પણ પેદા થવા લાગે છે કે જેના પગલે તેઓમાં બહુ ચિડિયાપણુ આવી જાય છે અને આ સમય જે પુરુષોએ પોતાની પત્નીઓની સંભાળ સફળતાપૂર્વક રાખી લીધી, તેમને મેડલ મળવુ જોઇએ. ધ્યાન રાખો કેએવા સમયમાં પોતાની પત્નીઓને ખુશ રાખવા માટે તેમની સાથે પ્રેમાળ વાતો કરો. તેથી તેમને એકલાપણુ ન અનુભવાય.
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ પ્રેમ તથા હૂંફની જરૂર પડે છે અને જો કોઈ પતિ આવુ નથી કરતો, તો તેની તો શામત સમજો. સગર્ભાવસ્થા પતિઓ માટે બહુ કઠિન સમય હોય છે. તેવામાં તેમને પણ અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ; જેમ કે પોતાની પત્નીને શું કહી રહ્યા છે. એવી ઘણી-બધી વાતો છે કે જે તેમને સગર્ભાવસ્થા દરમિયાન પોતાની પત્ની સાથે ન કરવી જોઇએ. આવોજાણીએ કેટલીક એવી જ વાતો.

ફરી ખાવો છો ?
સગર્ભાવસ્થાના સમયે સારૂ અને પૌષ્ટિક આહાર મહિલાઓને અપાય છે અને એમ પણ કહેવામાં આવે છે કે તેમને થોડીક-થોડીક વારમાં ખાતા રહેવું જોઇએ કે જેથી તેઓ અને તેમનું બાળક સ્વસ્થ રહે. તેના પગલે તેમનો આખો સમય ખાવામાં નિકળી જાય છે.

ઘર કેટલુ ગંદુ છે
પોતાની પત્નીને એમ કહેવાની કોઈ જરૂર નથી કે ઘર આટલુ ગંદુ કેમ છે, કારણ કે આવા સમયે તે આખુ ઘર સાફ નથી કરી શકતી. તેથી શ્રેષ્ઠ એ જ રહેશે કે એક નોકરાણી રાખી લો.

બાળકનું નામ ફરીથી
બાળકના નામની પસંદગી કઈ માતાને ન ગમે, પરંતુ પુરુષો માટે તે ક્યારેક-ક્યારેક મુશ્કેલી બની જાય છે.

જલ્દી ચાલો
સગર્ભા મહિલાઓ માટે ઝડપથી ચાલવુ બહુ મુશ્કેલ હોય છે. તેથી તેમને જલ્દી ચાલવા માટે ન કહો.

બાળકોના પુસ્તકો મને બોર કરે છે
જો આપને આપની પત્ની પૅરંટિંગના પુસ્તકો આપે, તો તેને તેની સામે વાંચો. તેનાથી આપને પણ એક શ્રેષ્ઠ પિતા બનવવામાં મદદ મળશે.

સગર્ભાવસ્થા મને હેરાન કરી રહી છે
આવુ પોતાની પત્નીને ક્યારેય ન કહેવું જોઇએ કે તેની સગર્ભાવસ્થાની આપની ઉપર ખરાબ અસર પડી રહી છે. જો એવુ હોય, તો આપ પોતાના નજીકના મિત્ર સાથે વાત કરો અને તેમને પોતાની મુશ્કેલી જણાવો, નહિં કે પોતાની પત્નીને. આવુ કરતા પત્ની ઉપર પણ સ્ટ્રેસ વધશે.

હું હાલ તૈયાર નથી
એક વાર જ્યારે આપની પત્ની સગર્ભા થઈ ગઈ છે, તો એવુ ક્યારે ન કહો કે આપ હાલ તૈયાર નથી.

શું ડૉક્ટર પાસે મારી જરૂર છે
જો આપે ગાયનેકોલૉજિસ્ટ પાસે જવાનું હોય, તો પતિની એ ફરજ છે કે પત્ની સાથે તેઓ પણ જાય. તેનાથી પત્ની પોતાની જાતને સલામત અને સ્પેશિયલ અનુભવશે.

આપ બહુ થાકેલા લાગો છો
પોતાના સગર્ભા પત્નીને એવું બિલ્કુલ ન કહો કે તે દરેક સમયે ખૂબ થાકેલી લાગી રહી છે, પરંતુ એમ કહો કે તે થાકેલી હોવા છતા બહુ સુંદર લાગી રહી છે.

આપ કંઈ નથી કરતા
એમ કહેવું કે તેઓ આપની માટે કંઈ પણ નથી કરતા, ખોટું હશે. તેની જગ્યાએ આવા સમયે આપે તેમનો ખૂબ ખ્યાલ રાખવું જોઇએ.