Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
એર્બોશન પછી મળે જો આ સંકેત તો અત્યારે જ જઈને ર્ડોક્ટરને મળો
ક્લિનિકલ એર્બોશન ખૂબ જ જટિલ સમસ્યા હોવાના કારણે કરવામાં આવે છે, જેમકે બાળકનો ઓછો વિકાસ થઈ રહ્યો હોય કે માં અને બાળકના જીવને જોખમ હોય. આ એર્બોશન ર્ડોક્ટરર્સની દેખરેખમાં થાય છે.
પરંતુ ક્લિનિકલ કે સર્જરી એર્બોશન પછી વિશેષ સાવધાની રાખવી જોઈએ. ઘણી વખત થાય છે કે એર્બોશનના સમયે ર્ડોક્ટરની લાપરવાહીના કારણે મહિલાઓને એર્બોશન પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગર્ભપાત પછી થનાર થોડી મુશ્કેલી સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.
એવામાં તમે નાના નાના સંકેતોથી અંદાજો લગાવી શકો છો કે તમારે ર્ડોક્ટરની મદદની જરૂરત છે. એટલા માટે તમને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ગર્ભપાત પછી કઈ સમસ્યાઓ થઈ શકે છે.
અહીં અમે જણાવી રહ્યાં છીએ એવા કેટલાંક લક્ષણ, જે એર્બોશન પછી જો જોવા મળે કે તમે પણ આ સમસ્યાઓથી પીડિત કોઈ મહિલાને જાણતા હોય તો તરત ર્ડોક્ટરની મદદ લો.

યોનિમાંથી ખરાબ વાસ આવવી
ગર્ભપાત પછી જ્યારે મહિલાને બ્લીંડિગ થાય છે, તો તેમાં લોહીનો પ્રવાહ વધારે હોય છે. જેના કારણે ઘણી વખત મહિલા જ્યારે બાથરૂમમાં જાય છે, તો તેની યોનીમાંથી અજીબ દુર્ગંધ આવે છે.

હેવી વેજાઈનલ બ્લીડિંગ
એર્બોશન પછી થોડું બ્લીડિંગ થવું સામન્ય છે અને તે ૨ અઠવાડિયા સુધી રહે છે. પરંતુ જો તમને સામાન્ય સમયથી વધારે સમય સુધી ફ્લો થઈ રહ્યો હોય અને એક કલાકની અંદર ૨-૩ વખત પેડ બદલવા પડે તો આ જોખમની નીશાની છે. આ ઈશારો કરે છે કે તમારા ગર્ભાશયમાં કોઈ પ્રકારનું વાગ્યું છે કે પછી ખૂબ વધારે રિલેક્સ્ડ છે, તમારી લોહીની નળીઓ બંધ છે કે સંભવત:
હવે ગર્ભમાં ભ્રૂણનો થોડો અંશ કે પ્લેસેન્ટલ ટિશ્યૂઝ રહેલા છે, જે અધૂરા ગર્ભની સાબિતી છે. થઈ શકે છે કે આ સમસ્યા પોતાનાથી છુટકારો ના મળે તો તમારે ર્ડોક્ટરની મદદની જરૂર પડી શકે છે.

ગંભીર પીઠનો દુખાવો
આ સામન્ય પીઠનું દર્દ નથી જે થાક કે સુસ્તીના કારણે થાય છે, પરંતુ આ રીતનો પીઠનો દુખાવો તમને પથારીવશ કરી શકે છે. આ ઈશારો કરે છે કે ગર્ભાશયમાં ગાંઠ છે જે શરીમાંથી બહાર નીકળવા માટે અસમર્થ છે અને એટલા માટે આ કોઇ આંતરિક સંક્રમણના કારણે આ દુખાવો થઈ શકે છે. એર્બોશન પછી બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવું ખૂબ સામન્ય છે જેના કારણે દુખાવો થઈ શકે છે.

તાવ
એકલો તાવ જોખમનો સંકેત ના હોઇ શકે. પરંતુ જો તમને પીઠના દુખવાની સાથે તાવ છે અને તે પેરાસિટામોલ લીધા પછી પણ ના ઉતરે તો આ કોઇ ઈન્ફેક્શનનો સંકેત પણ હોઈ શકે છે. તમારા ર્ડોક્ટરની સાથે વાત કરો અને પોતાના સ્ત્રી રોગ નિષ્ણાંતને મળીને જાણો કે ક્યાંક તમને એર્બોશન પછી ઈન્ફેક્શન તો નથી થઈ ગયું ને.

પેટ ફૂલવું
ગર્ભપાત પછી થોડાં સમય સુધી ઉલ્ટી, ઉબકા, પેટ ફૂલવું, બ્રેસ્ટ ટેંડરનેસ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે જે પ્રેગ્નેન્સી દરમ્યાન પણ અનુભવ થાય છે. પરંતુ જો તે ૧૪-૧૫ દિવસથી વધારે સમય સુધી મહેસુસ થાય તો આ ઈન્ફેક્શનનો સંકેત પણ હોઇ શકે છે કે સંભાવના છે કે તમે અત્યારે પણ પ્રેગ્નેન્ટ હોવ. આ લક્ષણોને ઈગ્નોર ના કરો કેમકે તે આ વાતનો પણ સંકેત હોઇ શકે છે કે તમારું એર્બોશન અધૂરું રહી ગયું હોય.

કમજોરી લાગવી
ગર્ભપાત પછી જો તમને મોટાભાગે કમજોરીનો અનુભવ થઈ રહ્યો હોય તો જઈને એક વખત ર્ડોક્ટરને મળો. એર્બોશન પછી કમજોરી આવવી એક સામાન્ય વાત છે જો તમને આ કમજોરી ગર્ભપાતના ૧૫ દિવસ પછી પણ અનુભવાય તો થઈ શકે છે કે લોહીની ઉણપ હોય શરીરમાં. એટલા માટે લાપરવાહી ના વર્તવી જોઇએ.