For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો શું ફરક છે પીરિયડ બ્લીડ અને ગર્ભપાતમાં!

By KARNAL HETALBAHEN
|

તમે ઘણા લાંબા સમયથી પ્રેગ્નેંટ થવાનો પ્રયત્ન કરી રહ્યાં છો. પરંતુ નાની નાની વસ્તુઓથી પરેશાન થઇ જાવ છો. પ્રેગ્નેંસીમાં જે વાત સૌથી વધુ મહિલાઓને પરેશાન કરે છે તે છે ગર્ભપાત.

આ ચિંતા દરેક ગર્ભવતી મહિલાને હોય છે ખાસકરીને જો આવું પહેલાં થઇ ચૂક્યું હોય તો. જો કે પ્રેગનેંસીના શરૂઆતના સમય (પહેલાં ટ્રાઇમેસ્ટર)માં, સ્પૉટિંગ અથવા વૈઝાઇનલ બ્લીડિંગ કોઇ ગંભીર સમસ્યા જેમ કે ગર્ભપાત અથવા મિસકેરેજ (miscarriage)નો સંકેત થઇ શકે છે. આવો જાણીએ પીરિયડ અને ગર્ભપાતમાં શું તફાવત હોય છે?

miscarriage

ગર્ભપાત અને પીરિયડ બ્લીડમાં શું અંતર છે?
જો તમારે એક-દોઢ મહીનાથી પીરિયડ્સ આવ્યા નથી તો તમારે સૌથી પહેલાં પ્રેગ્નેંસી ટેસ્ટ કરવો જોઇએ. તમે ઘરમાં પ્રેગ્નેંસી ટેસ્ટ કરી શકો છો અથવા પછી કોઇ ક્લિનિકમાં બ્લડ ટેસ્ટ કરાવીને જાણી શકો છો કે તમે પ્રેગ્નેંટ છો કે નથી. કન્ફોર્મ થયા પછી, જો બે મહિનાથી પીરિયડ્સ નથી આવ્યા પરંતુ ત્રણ મહીનામાં ગર્ભાશયમાં સંકોચન અથવા લોહી જેવી સમસ્યા અનુભવાય તો ડોક્ટર સાથે વાત કરો, કારણ કે આ મિસ કેરેજ અથવા ગર્ભપાતના સંકેત હોય શકે છે. આ બ્લીડિંગ લેટ પીરિયડ અથવા ગર્ભપાત છે, આ જાણવાની એકમાત્ર રીત છે બ્લડ ટેસ્ટ, યૂરિન ટેસ્ટ અથવા અલ્ટ્રાસાઉંડ. જો કે લેટ પીરિયડ અથવા ગર્ભાપાતના લીધે થનાર બ્લીડિંગમાં તફાવત જાણવા માટે કોઇ વિશેષ લક્ષણ નથી.

જરૂરી નથી કે પ્રોટેક્શન કામ કરે જ
જો તમારા પીરિયડ્સ અટકી ગયા છે અને તમે સેક્સુઅલી એક્ટિવ છો તો સૌથી પહેલાં પ્રેગ્નેંસી ટેસ્ટ કરો. પ્રોટેક્ટેડ સેક્સ કરનાર લોકોને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કારણ કે કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ અથવા કોન્ડોમ પણ પ્રેગ્નેંસી રોકવામાં 100% મદદ નથી. આ પ્રકારે અનપ્રોટેક્ટેડ સેક્સ કરનાર લોકોને પ્રેગનેંસી ટેસ્ટ કરવો જોઇએ. કેટલાક કેસમાં, પીરિયડમાં મોડું થવાનો અર્થ ઓવ્યુલેશનમાં મોડું થવાનો સંકેત થઇ શકે છે, ગર્ભપાત નહી.

ડોક્ટરને મળો
જો તમે પ્રેગ્નેંટ છો અને પહેલાં 2 મહિનામાં તમને સ્પોટિંગ અથવા બ્લીડિંગ જોવા મળે છે, તો તમે ગાઇનક્લોજિસ્ટ સાથે વાત કરો. ટેસ્ટ કરાવો અને જાણો કે તમારી પ્રેગ્નેંસી સુરક્ષિત છે કે નથી.

English summary
Knowing how to tell the difference between period and miscarriage can be of great value. Let's learn more about it.
Story first published: Tuesday, June 6, 2017, 13:36 [IST]
X
Desktop Bottom Promotion