પ્રસવ પછી પીરિયડ્સમાં કેમ આવે છે પરિવર્તન?

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

બાળકના જન્મ પછી, મહિલાઓ પોતાના નિયમીત માસિક ધર્મની રાહ જુએ છે અને જો તેમાં મોડું થાય તો તેમને ચિંતા થાય છે. જોકે, પ્રસવ પછી, માસિક ચક્રમાં ગરબડ કે મોડું થવું સામાન્ય સમસ્યા છે. કેમકે પ્રસવ પછી, શરીરને સામાન્ય થવામાં સમય લાગે છે. કેટલીક મહિલાઓને લાલ રંગનો યોનિ સ્ત્રાવ નીકળે છે જેને તે પીરિયડ્સ સમજી બેસે છે. મહિલાઓના શરીરમાં પ્રસવ પછી પીરિયડ્સમાં પરિવર્તન થવું નીચેના કારણે હોઈ શકે છે.

તથ્ય ૧.

તથ્ય ૧.

બાળકના જન્મ પછી, માસિક ચક્રમાં થોડા બદલાવ આવી શકે છે. અપ્રત્યાશિત માસિક ચક્ર હોઈ શકે છે. નિયમીત માસિક ચક્ર, ૬ કે ૮ અઠવાડિયા પછી જ શરુ થઇ શકે છે.

તથ્ય ૨.

તથ્ય ૨.

કેટલીક વાર પ્રસવ પછી મહિલાઓને ભારે રક્તસ્ત્રાવ થાય છે જેના કારણે તેમના માસિક ધર્મમાં મોડું થઈ શકે છે. પરંતુ તેમાં ર્ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી હોય છે.

તથ્ય ૩.

તથ્ય ૩.

પ્રસવ પછી માસિક ધર્મમાં ખૂબ જ ઓછા સમય માટે કે ખૂબ જ વધારે દિવસો માટે થઈ શકે છે. કેટલીક વાર મહિનામાં પણ થતો નથી. તે દરેક મહિલાના શરીર પર નિર્ભર કરે છે.

તથ્ય ૪.

તથ્ય ૪.

પ્રસવ પછી, કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન ભયાનક દર્દ પણ થાય છે. સાથે જ મૂડ સ્વિંગ, ઉબકા જેવી સમસ્યાઓ પણ થાય છે.

તથ્ય ૫.

તથ્ય ૫.

સ્તનપાન કરાવનાર મહિલાઓને પણ માસિક ધર્મ યોગ્ય રીતે આવતો નથી, એવું મોટાભાગે જોવા મળ્યું છે. એટલે આ વાતથી હેરાન થશો નહી. પરંતુ જો તે સ્તનપાન છોડાવ્યા પછી પણ ચાલતું રહે તો જઈને ર્ડોક્ટરનો સંપર્ક કરો.

તથ્ય ૬.

તથ્ય ૬.

પ્રસવ પછી, શરીરમાં હોર્મોનના કારણે આવનાર બદલાવના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

તથ્ય ૭.

તથ્ય ૭.

પ્રસવ પછી, સ્તનપાન દરમ્યાન, શરીરમાં પ્રોલેક્ટિન નામના હોર્મોન સ્ત્રાવિત થાય છે. તેનાથી મહિલાઓના ઓવ્યુલેશન પ્રભાવિત થાય છે, જેના કારણે પીરિયડ્સમાં મોડું થઈ શકે છે.

English summary
Certain changes in periods after childbirth are common. Read on to know about the reasons...
Story first published: Friday, March 17, 2017, 13:45 [IST]