For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું કોઇ હિઝડો ગર્ભવતી થઇ શકે છે?

By Karnal Hetalbahen
|

આપણામાંથી મોટાભાગના લોકો ટ્રાંસજેંડર લોકોના સંપર્કમાં આવે છે જેમણે ભારતમાં હિઝડાના નામે ઓળખવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું ટ્રાંસજેંડર વ્યક્તિ ગર્ભવતી થઇ શકે છે.

જવા દો આપણે બધા જાણીએ છીએ કે ટ્રાંસજેંડર લોકો તે હોય છે જેમનું લિંગ ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલા લિંગથી અલગ હોય છે. ટ્રાંસજેંડર અથવા ટ્રાંસસેક્સુઅલ હોવું અથવા તો માનસિક હોઇ શકે છે અથવા શારીરિક અથવા બંને.

Can A Transgender Person Get Pregnant

ગુણસૂત્રોમાં અસામાન્યતા હોવાના કારણે ટ્રાંસજેંડર લોકો એવા ગુણસૂત્રોની સાથે પેદા થાય છે જેના કારણે તે કોઇ નિશ્વિત લિંગના અંતગર્ત આવતા નથી. ઉદાહરણ માટે એવું થઇ શકે છે કે એક ટ્રાંસ-મહિલા જેણે જન્મ સમયે છોકરા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ તેનું વ્યક્તિત્વ મહિલા જેવું હોય, તેના ગુણસૂત્ર XY હોય છે જે હકિકતમાં પુરૂષના ગુણસૂત્ર છે, પરંતુ તેમાં ગર્ભાશય નથી.

આ પ્રકારે એક ટ્રાંસ-પુરૂષમાં XX ગુણસૂત્ર જોવા મળે છે પરંતુ તેમાં ગર્ભાશય અને ઓવરીઝ હોય છે. જો કે તેમાં કેટલાક પુરૂષીય ગુણ પણ જોવા મળે છે જેમ કે અવાજ ઉંડો હોવો તથા કેટલાક લોકોમાં પુરૂષોના ગુપ્તાંગ પણ વિકસિત હોય છે.

ગર્ભાવસ્થા અને હિઝડો હોવું
આખરે XX ગુણસૂત્રવાળા હિઝડા પુરૂષને ગર્ભધારણ કરવાની સંભાવના હોય છે કારણ કે તેમાં ઓવરીઝ અને ગર્ભાશય હોય છે. જો કે આ કોઇ ટ્રાંસ-મહિલા ગર્ભવતી થવા માંગે છે તો કેટલીક મેડિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેમ કે તેના પેટમાં ભ્રૂણ પ્રત્યારોપિત કરવું તથા હાર્મોન થેરેપી આપવી વગેરે.

એવું પણ જોવા મળ્યું છે કે ટ્રાંસ મહિલાઓમાં આ પ્રકારની ગર્ભાવસ્થા ખૂબ ખતરનાક હોઇ શકે છે તથા શક્ય છે કે તેમના જીવનને ખતરો પણ થઇ શકે છે કારણ કે ભ્રૂણના વિકાસના કારણે આસપાસના અંગો પણ પ્રભાવિત થઇ શકે છે.

આ ઉપરાંત ટ્રાંસ મહિલાઓમાં આ પ્રકારની અસ્થાનિક ગર્ભાવસ્થાના લીધે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં ભ્રૂણ બહાર વિકસિત કરવામાં આવ્યું હોય કારણ કે ટ્રાંસ-મહિલામાં ગર્ભાશય હોતું નથી. જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો આ જોખમી સાબિત થઇ શકે છે.

અંતે ગર્ભાવસ્થા ફક્ત ટ્રાંસ-પુરૂષોમાં જ સંભવ છે જો તેમની ઓવરીઝ અને ગર્ભાશય ક્રિયાશીલ હોય. ખાસ પ્રકારના હાર્મોનલ ઉપચાર દ્વારા તેમની ગર્ભાવસ્થા એકદમ સામાન્ય અને સ્વસ્થ થઇ શકે છે. જો કે ટ્રાંસજેંડર લોકોના પ્રત્યે સમાજનું વલણ ખતરનાક હોવાના કારણે અનેક ટ્રાંસ-પુરૂષ ગર્ભ ધારણ કરવા અને પરિવાર બનાવવાનું ટાળે છે. તે ડરે છે કે સમાજમાં તેના પરિણામ તેમના બાળકોને ભોગવવા પડશે.

English summary
Want to know is a transgender person can get pregnant? Read all about it here..
Story first published: Tuesday, February 14, 2017, 9:15 [IST]
X
Desktop Bottom Promotion