બાળકો અને સ્માર્ટફોન : શું કહે છે હૅલ્થ એક્સપર્ટ્સ ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

તાજેતરમાં જ કરાયેલા એક અભ્યાસ મુજબ આજે સ્માર્ટફોન ઘણા બધા બાળકોનાં જીવનનો એક મહત્વનો ભાગ બની ચુક્યો છે. નાની વયમાં જ બાળકો ટેક્નિકલ ગૅઝેટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ અભ્યાસમાં ઘણા પૅરન્ટ્સને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા.

તેમનામાંથી મોટાભાગે જણાવ્યું કે બાળકો ટેબલેટનો વધુ ઉપયોગ કરે છે અને ચોંકાવનારી બાબત એ છે કે આજે 1 વર્ષનું બાળક પણ આવા ગૅઝેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. આ ગૅઝેટ્સ પર પસાર કરાતો સમય સરેરાશ 20 મિનિટ છે.

બાળકો અને સ્માર્ટફોન : શું કહે છે હૅલ્થ એક્સપર્ટ્સ

આ ટ્રેન્ડથી એક તરફ આવનારા સમયમાં ડિજિટલ સાક્ષરતાની શક્યતાને બળ મળે છે, તો બીજી તરફ હૅલ્થ એક્સપર્ટ્સ આ અંગે ચિંતિત છે, કારણ કે તેનાથી બાળકો પૅરન્ટ્સ સાથે વધુ સમય નથી પસાર કરી શકતાં.

તેઓ આ બાબતને લઈને પણ ચિંતિત છે કે આજ-કાલનાં વાલીઓ ગૅઝેટ્સનો બૅબી સિટર્સ એટલે કે બાળકોનાં મન લગાવવાની વસ્તુ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. જ્યારે તેમને લાગે છે કે બાળક તેમના કામમાં વિઘ્ન નાંખશે, તો તેઓ બાળકોનાં હાથમાં ગૅઝેટ્સ પકડાવી દે છે.

આ સાથે જ કેટલાક પૅરન્ટ્સ જાહેર સ્થળોએ પણ બાળકોને ચુપ કરાવવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે આ ગૅઝેટ્સથી બાળકોનું મનોરંજન થાય છે, તેથી તેમને બાળકોને ખોળામાં લેવામાંથી છુટકારો મળે છે.

બાળકોનાં આરોગ્ય વિકાસ તેમજ ગ્રોથ માટે તેમનું માતા-પિતા સાથે વાતચીત કરવું ખૂબ જ જરૂરી છે. તેથી હૅલ્થ એક્સપર્ટ્સ આ ટ્રેન્ડને આરોગ્ય માટે યોગ્ય નથી માનતા. આ અભ્યાસમાં લગભગ 300 વાલીઓને બાળકોનાં સ્માર્ટફોન, ગૅઝેટ્સ, ટીવી વગેરેનાં ઉપયોગ અંગે સવાલો પૂછવામાં આવ્યાં.

આ અભ્યાસનું તારણ નિકળ્યું કે આજ-કાલની પેઢીનાં લગભગ દરેક બાળકનું ટેલીવિજન પ્રત્યે ઝોક વધતો જાય છે અને જ્યાં સુધી સ્માર્ટફોનના ઉપયોગનો પ્રશ્ન છે, આ અભ્યાસનો ભાગ રહેલા 80 ટકા બાળકો સ્માર્ટફોન અને ટેબલેટ ઉપયોગમાં લઈ રહ્યા છે.

અને જ્યારે તેઓ થોડાક મોટા થાય છે, ત્યારે તેઓ વીડિયો ગેમ્સ કે લૅપટૉપનો ઉપયોગ કરવા લાગી જાય છે. આજ-કાલનાં બાળકો ઇન્ટરનેટ પણ વધુ ઉપયોગ કરી રહ્યા છે કે જે હૅલ્થ એક્સપર્ટ્સ માટે એક ચિંતાનો વિષય છે.

Read more about: kids, બાળકો
English summary
Today, smart phones have become a part of the lives of many toddlers all over the world according to a recent study. At such a tender age, kids have started using technological gadgets.
Story first published: Tuesday, November 29, 2016, 16:30 [IST]