માતા બનવું કોઈ પણ મહિલા માટે જીવનની એક સૌથી મોટી ખુશી ગણાય છે. તે ઇચ્છે છે કે તેનું શિશુ સ્વસ્થ, સુંદર અને પ્યારૂં હોય. ઘણી માતાઓ આ ચિંતામાં ડુબેલી રહે છે કે જો તેમનો રંગ સાફ નથી, તો તેમના બાળકનો રંગ પણ સારો નહીં રહે.
જો આપને ચિંતા છે કે આપનાં શિશુનો રંગ હળવો છે અને આપ તેને નિખારવા માંગો છો, તે તેમાં કોઈ મોટી વાત નથી. આજે અમે આપને કેટલીક આસાન સિપ્ટ બતાવીશું કે જેની મદદથી આપ પોતાનાં શિશુનો રંગ નિખારી શકશો. આવો જોઇએ-
ગરમ તેલથી માલિશ કરો : પોતાનાં શિશુની દરરોજ હળવા ગરમ તેલથી માલિશ કરો. તેલ ત્વચામાં નમી (ભેજ) ભરશે અન તેનો રંગ નિખારશે.
બૉડી પૅક : આપનાં શિશુની ત્વચા આપની ત્વચા કરતા 10 ગણી મુલાયમ અને નાજુક છે. તેથી તેની ઉપર એવા બૉડી પૅક લગાવો કે જે ત્વચાને નુકસાન ન પહોંચાડે. આ પૅકને અઠવાડિયામાં એક દિવસ શિશુની ત્વચા પર લગાવો. પૅક બનાવવા માટે હળદર, દૂધ તથા ચંદન પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવો અને શિશુની રંગત નિખારો.
બૉડી સ્ક્રબ : આ સ્ક્રબ બૅબીની ત્વચાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે. તેને બનાવવા માટે દૂધ, ગુલાબ જળ તથા હળદરને મેળવી લો અને પેસ્ટ તૈયાર કરી લો. પછી તેને બૅબીની ત્વચા પર લગાવી થોડીક વાર સૂકાવા દો અને પછી તેને રગડીને ઉખાડી નાંખો.
મૉઇશ્ચરાઇઝર : આપની બૅબીની સ્કિનને ડ્રાય થતી રોકો. આપ પોતાની બૅબી માટે કયા પ્રકારની ક્રીમ્સ તથા લોશન સારા છે, તેનું ખાસ ધ્યાન રાખો અને તપાસી-ચકાસીને જ ખરીદો.
સાબુને હાથ ન લગાડો : જોકે સાબુ બનાવતા નિર્માતાઓની માનીએ, તો તેઓ મોટા-મોટા વાયદાઓ કરે છે કે તેમનો સાબુ બાળકની સ્કિન માટે જ બનેલો હોય છે, પરંતુ આ સાબુઓમાં ઘાતક કેમિકલ્સ હોય છે કે જે બાળકની સ્કિને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
Related Articles
2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ
થ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક
કેળાના છિલકાંથી દૂર થઈ જશે આપના ચહેરાની સમસ્યાઓ, વધી જશે સુંદરતા
જાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક ?
ગાલની આજુબાજુની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે ફેસ મૉસ્ક
આ દેશી નુસખાથી ઠીક કરો બાળકના મોંઢાના છાલા
આ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ