Related Articles
બાળકનાં વિકાસમાં પિતાની ભૂમકા હોય છે મહત્વની
બાળકનાં વિકાસમાં પિતાની મહ્તવની ભૂમિકા હોય છે - પિતા તેને જ્ઞાષાનું જ્ઞાન આપે છે કે જ્યારે તે પોતાનાં મિત્રો વચ્ચે વાતચીત કરવાનું શરૂ કરે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે બાળક પોતાનાં પિતા પાસે જ્ઞાષાનાં જ્ઞાન અને કૌશલને શીખે છે.
બે એકેડેમિક જર્નલ અર્લી ચાઇલ્ડહુડ રિસર્ચ ક્વૉટર્લી તેમજ ઇન્ફેંટ એન્ડ ચાઇલ્ડ ડેવલપમેંટમાં આ અભ્યાસથી સંબંધિત તારણને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે બાળકનાં વિકાસમાં પિતાની મહત્વની ભૂમિકા હોય છે અને બાળક મોટાભાગનું વ્યાવહારિક જ્ઞાન પોતાનાં પિતા પાસેથી જ શીખે છે.
આ અભ્યાસમાં એમ પણ સ્પષ્ટ કરાયું છે કે બાળકનાં બાળપણમાં સારા કામોને આ પ્રકારે વ્યવસ્થિત કરવું જોઇએ કે તેને ઘરે માતા અને પિતાનો પુરતો પ્રમે મળે.
અભ્યાસમાં જાણવા મળ્યું કે પિતા જો બાળકના ઉછેરમાં તંગદિલી અનુભવે, તો તેની પ્રત્યક્ષ અસર બાળકની વિચારસરણી તેમજ તેની ભાષાનાં વિકાસ પર પણ પડે છે. ખાસ તો જ્યારે બાળક બે-ત્રણ વર્ષનું હોય છે.
પુત્રીઓ પર પિતાની ભાષાની અસર ઓછી થાય છે, જ્યારે પુત્રો પર પિતાની ભાષાની અર બહુ વધારે થાય છે. બાળક પોતાનાં બાળપણમાં પિતાએ કહેલા શબ્દોને લામ્બા સમય સુધી અથવા એમ કહીએ કે જીવન ભર યાદ રાખે છે તથા ઘણી વાર તેને જ અપનાવી લે છે.
એમ તો ઘણા અભ્યાસમાં કહેવાયું છે કે બાળકો પર પિતાનો પ્રભાવ માતાની સરખામણીમાં ઓછો જ થાય છે, પરંતુ આ વાતથી ઇનકાર ન કરી શકાય કે બાળકો પર પિતાનો પ્રભાવ પ્રત્યક્ષ નહીં, પણ અપ્રત્યક્ષ રીતે વધુ પડે છે.
આ અભ્યાસને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં એસોસિએટ પ્રોફેસર ક્લૅર વાલ્ટ્ટોન દ્વારા કરવમાં આવ્યો કે જેમાં 730 પરિવારનાં ડેટાને એકત્રિત કરાયું અને તેના આધારે તારણ કાઢવામાં આવ્યું.
પિતાનાં માનસિક આરોગ્યની અસર પણ બાળક પર પડે છે અને તેને આત્મ નિયંત્રણ તેમજ સહકારમાં પણ મદદ મળે છે.