આળસુ અને સુસ્ત બાળકોનો સામનો કરવાની અસરકારક રીત

Posted By: Super Admin
Subscribe to Boldsky

દરેક બાળક અલગ હોય છે. કેટલાક બાળકો હષ્ટ-પુષ્ટ હોય છે તો કેટલાક સુસ્ત અને આળસી હોય છે. આજે અમે તમને કેટલાક એવા આળસું બાળકો વિશે વાત કરીશું. જો તમારું બાળક આળસી છે તો સૌથી પહેલાં કે તે ક્યાંક તો વધુ વીડિયો ગેમ અથવા દિવસભર ટીવી સામે તો બેસી નથી રહેતું ને. આજના આ ટેક્નોલોજીયુગ જ બાળકો આળસું હોવાનું સૌથી મોટું કારણ છે. આ તમને આળસુ જ નહી પરંતુ સ્વાસ્થની દ્રષ્ટિએ પણ નબળા બનાવે છે. આજે અમે તમને એવી કેટલીક રીત જણાવીશું જેને તમે તમારા આળસું બાળકને સંભાળી શકશો.

Effective Ways To Deal With A Lazy Child

તેમની સાથે વાતચીત
આળસી બાળકોને સંભાળવાની સૌથી મોટી રીત છે તેમની સાથે વાત કરો અને તેમની સાથે સમય વિતાવો. પેરેંટિંગ એક એવી ચીજ છે જેમાં તમને ખૂબ ધૈર્યની જરૂરિયાત હોય છે. તમારા બાળક એક રાતમાં બદલાઇ જશે નહી. એટલા માટે સકારાત્મક વિચારસણી સાથે તેની સાથે વાત કરો.

કામ
આળસું બાળકોનો સામનો કરવાનો સૌથી સારી રીત છે, તેમને કામમાં વ્યસ્ત રાખો. તેમને ઘરના નાના-મોટા કામ કરવાનું કહો, સાથે જ્યારે કામ પુરૂ થઇ જાય તો તેમની પ્રસંશા કરો. તેનાથી તેમનામાં કામ લઇને ઉત્સાહ વધશે.

બાળકનું સ્વાસ્થ્ય
આળસુ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કેમ કે આવા બાળકોને વધારે સાર સંભાળની જરૂર પડે છે. આવા બાળકો જલદી બીમાર પડી જાય છે, અને તેમને શું મુશ્કેલી છે તે વાત પણ કહી શકતા નથી.

રમવા માટે પ્રોત્સાહિત કરો
આળસુ બાળકોની આળસ ઓછી કરવાની આ સૌથી સારી રીત છે એને રમવાનું કહો. જ્યારે તે રમશે - કૂદશે તો તેમનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

સકારાત્મક વિચારસણી
આળસુ બાળકોના માતા-પિતા બનવું આસાન નથી. તેના માટે આપને ખૂબ ધીરજ અને ધૈર્ય રાખવાની જરૂર હોય છે. તેમને વાતચીતથી સમજાવો ના કે અને વઢો કે મારો તેનાથી તેમને ગુસ્સો આવશે અને તે તમારી વાત માનવાનું બંધ કરી દેશે.

English summary
Studies have shown that kids have become lazy these days due to technological advancement. Laziness will ultimately result in unhealthy lifestyle as they grow up.
Story first published: Wednesday, November 2, 2016, 16:00 [IST]