Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
શાકને કઈ રીતે બનાવશો બાળકોની પસંદ ?
નાના બાળકો ખાવામાં લીલી શાકભાજી જોતા જ નાક-ભંવા બગાડવા લાગે છે. બાળકોને ખોરાકમાં શાકભાજીઓનું સેવન જરાય ગમતું નથી.
જો આપ કોઇક બાળકનાં વાલી છો, તો આપે એવી સમસ્યાઓ સામે દરરોજ ઝઝુમવું પડતું હશે, પરંતુ જો બાળકને તેમનું સેવન ન કરાવવામાં આવે, તો તેમનાં શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાશે અને તેમનો વિકાસ યોગ્ય રીતે નહીં થઈ શકે.
તે માટે બોલ્ડસ્કાય આપને કેટલીક એવી ટિપ્સ આપશે કે આપનું બાળક ફટાકથી શાકભાજીઓનું સેવન કરવા લાગશે. આવો જાણીએ કે બાળકોના મનપસંદ ખોરાકમાં શાકભાજીઓનો સમાવેશ કરવાની ટિપ્સ :

1. શરુઆતથી જ આપો :
બાળકને બાળપણથી જ શાકભાજીઓનું સૂપ કે સ્ટૉક આપવાનુ શરૂ કરી દો કે જેથી તેઓ તેનાથી પરિચિત થઈ જાય અને તેમનામાં તેનો સ્વાદ વિકસિત થઈ જાય. બાળકને છ માસની વયથી જ ભારે ખાદ્ય પદાર્થો આપવા જોઇએ, તો આપ શાકભાજીનું સ્ટૉકનું લાઇટ સૂપ બનાવી પિવડાવી શકો છો. સ્વાદ વગરની જેવી લાગતી શાકભાજીઓનું પણ બાળકો જ્યારે ઓછી વયથી સેવન કરે છે, તો તેમને ટેવ પડી જાય છે.
2. રસપ્રદ દેખાય, તેવું ખાવાનું બનાવો :
બાળકો માટે શાકભાજીઓમાંથી બનેલા ફૂડને એવી રીતે તૈયાર કરો કે જે રસપ્રદ દેખાય અને તેમને ખાવામાં મજા પડી જાય. આપ કોઇક કાર્ટૂનની આંખને સૅંડવિચ કે પછી સ્માઇલી બનાવી શકો છે. તેના માટે કૅચ-અપનો યૂઝ સૌથી સારો રહે છે.
3. યોગ્ય સમયે મજેદાર ભોજન :
બાળકોને ભોજન દરમિયાન યોગ્ય મૅનર્સ તથા પ્રતિબદ્ધતા શીખવાડવી જરૂરી છે. કયા ભોજનને કઈ રીતે ખાવું જોઇએ, સાથે જ યોગ્ય સમયે ભોજન કરવાની ટેવ નાંખવી જોઇએ. એવું કરવાથી બાળકને યોગ્ય પોષણ મળસે અને તેમાં એક હકારાત્મક વ્યવહાર ઉત્પન્ન થશે. બાળકને ભોજન બનાવતી વખતે આપ સાથે રાખી શકો છો અને તેને બતાવી શકો છો કે દરેક સામગ્રીથી તેનું બૉજી કેટલું સ્ટ્રૉંગ થઈ જશે અને તે જલ્દીથી સૌથી મોટો થઈ જશે. આપ ફન ફૂડ ટ્રિકનો ઉપયોગ પણ કરી શકો છો કે જેનાથી બાળકો ફટાકથી ખાઈ લેશે.
4. વિવિધતા પ્રદાન કરો :
જો કદ્દૂ ફાયદાકારક છે, તો દરરોજ બાળકને કદ્દૂ જ ન ખવડાવો. તેને વિવિધ પ્રકારની શાકભાજીઓ અને ભોજન બનાવી આપો. જો એક શાકને તે એક પ્રકારથી ન ખાય, તો તેને જુદા સ્વરૂપે બનાવી આપો. જેમ કે મિક્સ વેજ ન ખાય, તો સાંભરમાં નાંખી તમામ શાકભાજીઓ આપો. તેથી તેના શરીરને જરૂરી પોષક તત્વો મળી રહેશે.
5. હાર ન માનો :
અનેક માતાઓ તરત હાર માની બેસે છે અે પછી બાળકની પસંદગીનું જ ભોજન બનાવવા લાગે છે. એવું ન કરો. બાળકને હંમેશા તે ખાવા માટે પ્રેરિત કરો અને તેને તેનો સ્વાદ તથા ફાયદાઓ જણાવો. બીજા બાળકોને ખાતા દાખવો. તેનાથી તેમનાંમાંપણ જિજ્ઞાસા પેદા થશે અને તેઓ ખાવાનું ઇચ્છશે. તેવામાં એક વાર પણ ટેસ્ટ જીભે લાગી જયું, તો આપની સમસ્યા ઑટોમૅટિક ઉકેલાઈ જશે.
6. યાદ રાખો કંઈ પણ અશક્ય નથી :
બાળકોને સમજાવવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આપ ધીરજ રાખો, તેમને સમજાવો કે કયા પ્રકારે આપ તેમનો ખ્યાલ રાખો છો અને તેમને સ્વસ્થ જોવા માંગો છે. આ રીતે બાળકો પ્રેમથી સરળતાપૂર્વક માની જાય છે.



Click it and Unblock the Notifications
















