Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શું બાળકના કાનમાં જામી ગયેલા મેલને સાફ કરવો જોઈએ ?
કેટલાક કેસ એવા હોય છે કે જેમાં માતા પિતા કોઈ નાની બિમારીને પણ ખૂબ મોટી ગંભીર સમજી લે છે. તમારા બાળકના કાનમાં મેલ થવો એ કોઈ બીમારી નથી જ્યા સુધી તેના કારણે કોઈ પ્રકારનો દુખાવો કે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ના થાયફ ઈયરવેક્સ વેક્સની જેમ એક પદાર્થ હોય છે જે મનુષ્યોના ઈયર કેનાલથી નીકળે છે જેને સરુમેન કહેવામાં આવે છે. સેરામિનસ ગ્રંથિઓ ઈયરવેક્સ સ્ત્રવિત કરે છે જે કાનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરનાર બહારના તત્વોથી કાનની રક્ષા કરે છે.
આ પીળો પદાર્થ કાનની ત્વચા અને કાનની કેનાલ અને ત્વચાની મદદ અને રક્ષા કરે છે. તે ક્લીનિંગ એજન્ટની જેમ કામ કરે છે જે ઈયર કેનાલને લુબ્રીકેટ કરે છે. આ જાણવું કે શું સામાન્ય છે અને કયું અસામાન્ય, આ જ તે વાત પર નિર્ધારિત કરે છે કે બાળકના કાનમાંથી મેલ નીકાળવો જોઇએ કે નહી.
તેના માટે સારું થશે કે તમે કોઈ મેડિકલ એક્સપર્ટની સલાહ લો. તેના ઉપરાંત કેટલાક બીજા મુદ્દા પણ છે જેના વિશે આપણે જાણવું જરૂરી છે. આવો જોઈએ.

ઈયરવેક્સ એક સમસ્યા ક્યારે બની જાય છે?
ઈયરવેક્સ ત્યારે સમસ્યા બની જાય છે જ્યારે તે વધુ ઝડપી અને વધુ પ્રમાણમાં બનતો હોય. તેને કાનનું લક્ષણ કહેવામાં આવે છે. તમારે આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે તમારા બાળકને ઓછું સંભાળવું, કાનમાં દુખાવો, કાનમાં ખંજવાળ અને કાનમાં અવાજ જેવી ફરિયાદ તો નથી કરતા ને. થઈ શકે કે તમારા બાળકના કાનમાં મેલ જમા થઈ ગયો હોય.

કાનને કેવી રીતે સાફ કરશો?
સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ ધ્યાન રાખવા યોગ્ય બાબત આ છે કે કાનના મેલને સાફ કરવા માટે કાનમાં કઈ ના નાંખો. જો તમારું બાળક સહયોગ નથી કરતું તો તેનાથી ઈયરડ્રમને ખૂબ નુકશાન થાય છે. કેટલાક એવા ડ્રોપ્સ હોય છે જે કાનનાં વેક્સને પીઘળાવે છે. ર્ડોક્ટરની સલાહથી તેનો ઉપયોગ કરો. તમારા બાળકને એક પડખે સૂવાનું કહો. તે કાનને ઉપરની બાજુ રાખો જેમાં ડ્રોપ્સ નાંખવાના હોય અને તેના પછી ડ્રોપ્સ નાંખો.

ચિકિત્સકની સલાહ ક્યારે લો?
તમારા બાળકના નાજુક કાન સાથે ક્યારેય પણ કોઈ પ્રયોગ ના કરો. ર્ડોક્ટરની સલાહ લો અને તે સૌથી પહેલા તમને ઉપાય માટે ડ્રોપ્સનો ઉપયોગ કરવાનો જ કહેશે. જો ડ્રોપ્સથી આરામ ના થાય તો બીજા ઉપાય જેવા કે કાનની કેનાલમાં દબાણની સાથે પાણીને રેડી શકાય વગેરે કરી શકાય છે. તેાં સક્શન સેશન પણ રહેલ છે. બાળક માટે આ થોડું દર્દભર્યું અને અસુવિધાજનક હોઇ શકે છે પરંતુ તેનાથી લાભ થશે.

શું તેના માટે અમે ઘરગથ્થું ઉપાય કરી શકીએ છીએ?
ઈયરવેક્સ માટે હમેંશા ઘરગથ્થું ઉપાય કરવામાં આવે છે. કેટલાક એવા અસુરક્ષિત ઘરગથ્થું ઉપાય છે જે કાનનો મેલ નીકાળવા માટે ખૂબ લોકપ્રિય છે. આ પ્રકારના પ્રયોગોથી દૂર રહો કેમકે તેના કારણે ઘણી ગંભીર સમસ્યાઓ જેવી કે સંક્રમણ અને ઈયરડ્રમને નુકશાન થઈ શકે છે.

બાળકો માટે ઈયરબડ્સનો ઉપયોગ કેવી રીત કરશો?
ઈયર બડ્સની મદદથી કાનના મેલને નીકાળવાથી ઈયર ડ્રમને નુકશાન પહોંચી શકે છે. ઈયર બડનો ઉપયોગ કરવાની સલાહ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે પહેલા ઈયરડ્રોપર નાંખીને મેલને થોડો નરમ કરી લો. તેનાથી મેલ નીકાળવો સરળ થઇ જાય છે. તેને હંમેશા ખૂબ સાવધાનીથી કરો અને ધ્યાન રાખો કે તમારું બાળક માથું ના હલાવે.

કાનના મેલને કેવી રીતે રોકશો?
કાનમાં મેલ થવાની સમસ્યા વિશે ચિંતા ના કરવી જોઈએ કેમકે તે બિલ્કુલ સામાન્ય છે. પરંતુ દુર્ભાગ્યથી એવું કંઈ નથી જેનાથી તમે વધારે મેલ થવાની સમસ્યાને રોકી શકો. કાનોને સાફ રાખીને તમે કાનના સંક્રમણથી બચી શકો છો પરંતુ મેલ બનવાને રોકી શકતા નથી.