Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શું આપનાં બાળકો ઇંટરનેટનો યોગ્ય ઉપયોગ કરી રહ્યાં છે ?
આજ-કાલ નાના-નાના બાળકો ઇંટરનેટ વિશે જાણવા લાગ્યાં છે અને તેનો પ્રયોગ ક્યારેક ગેમ્સ રમવામાં તો ક્યારેક નવી-નવી ટેક્નોલૉજીને અજમાવવામાં કરી રહ્યા છે. માતા-પિતા પણ તેમને આવું કરતાં રોકી નથી શકતાં, કારણ કે તેઓ પોતાના બાળકની પ્રગતિ સામે અવરોધ નથી બનવા માંગતા, પરંતુ આમ છતાં આપનું બાળક ઇંટરનેટ પર શું જોઈ રહ્યુ છે, શું કરી રહ્યું છે, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો ઇંટરનેટને કેટલું સમજે છે, માતા-પિતા માટે આ સમજવું જરાક મુશ્કેલ કામ છે, કારણ કે આજનાં બાળકો પોતાનાં વાલીઓ કરતાં પણ ચાર ડગલા આગળ છે.
ટેક્નોલૉજી નથી ખરાબ હોતી કે નથી સારી. તેથી ઘરમાં ઇંટરનેટ લગાવતા પહેલા એ જાણી લો કે બાળકો તેનો સારી દિશામાં ઉપયોગ કરે. સાથે જ આપે પણ ધ્યાન રાખવાનું રહેશે કે બાળક તેની ઉપર આખો દિવસ શું કરી રહ્યું છે ?
શું આપનાં બાળકો ઇંટરનેટનો યોગ્ય ઉપયોગ કરી રહ્યાં છે ?
1. રિસર્ચનાં કામમાં : ઘણા બાળકો ઇંટરનેટનો ઉપયોગ પોતાની સ્કૂલમાં અપાયેલા પ્રોજેક્ટ બનાવવામાટે કરે છે. જો આપનું બાળક પોતાની બુદ્ધિ વધારવા માટે ઇંટરનેટ યૂઝ કરે છે, તો તેને ના પાડી દો. આ ઉપરાંત ઘણા બધા બાળકો પોતાની સ્કૂલમાંથી અપાયેલા ઘણા બધા પ્રોજેક્ટ ઇંટરનેટ પરથી જ કૉપી કરી લે છે, તો તેવામાં તેમને સમજાવો કે તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે.
2. કૅલ્ક્યુલેટરનો પ્રયોગ : શું આપના બાળકને 11 અને 7નાં ટેબલ આવે છે ? ઘણા બાળકો ટેબલયાદ કરવાની જગ્યાએ તેમને ઇંટરનેટમાંથી જોઈ પ્રયોગ કરે છે. તેમને સમજાવો કે બુદ્ધિ અને મહેનતથી તેઓ ઇંટરનેટ પણ હરાવી શકે છે. તેમને બેઝિક ટેબલ યાદ કરાવો.
3. સામાન્ય જ્ઞાન : આજ-કાલ ઇંટરનેટ પર સરળતાથી જાણ થઈ જાય છે કે તાજ મહેલ કોઈ બનાવ્યો વગેરે. તો તેવામાં બાળકો ઇતિહાસ બરાબર યાદ નથી રાખી શકતા અને તેમની બુદ્ધિ નબળી પડવા લાગે છે.
4. સોશિયલ નેટવર્કિંગ : 18 વર્ષથી ઓછી વયમાં કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ પર પોતાની પ્રોફાઇલ બનાવવાની જોગવાઈ નથી, પરંતુ આજ-કાલનાં તેજ બાળકોને કોઈ સમજી નથી શક્યું. તેના માટે આપે પોતે પણ સોશિયલ નેટવર્કિંગ પર એક્ટિવ રહેવું પડશે.
5. એડલ્ટ વેબસાઇટ : પોતાનાં ઇંટરનેટ પ્રોવાઇડરને કહી તમામ એડલ્ટ વેબસાઇટો બ્લૉક કરાવી દો. સાથે જ પોતાનાં બાળકો પર હંમેશા નજર રાખો.