Related Articles
પરીક્ષાના તણાવથી બાળકોને આ રીતે અપાવો રાહત
પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને તણાવનું સ્તર પણ વધતું જઈ રહ્યું છે. તજજ્ઞોની બાળકો માટે આ સલાહ છે કે તેમને વધારે નંબર લાવવા માટે દબાણ પોતાના ઉપર વધારવું ના જોઈએ. પોતાના જીવનમાં કંઈ કરવા માટે તથા સારા લક્ષ્યની પ્રાપ્તિ માટે સામાન્ય ભણતરની આવશ્યકતા હોય છે. તજજ્ઞ માતા પિતાને પણ સલાહ આપે છે કે તેમને પોતાના બાળકોને કેટલાક કલાકો સુધી વાંચવા માટે બાંધવા ના જોઈએ કેમકે તેનાથી બાળકો પર શારિરીક અને માનસિક પ્રભાવ પડે છે.
આજે, બોલ્ડસ્કાય અહી કેટલાક તથ્યો જણાવી રહ્યા છે જેને દરેક માતાપિતાએ અપનાવવા જોઈએ અને બાળકોને સારા નંબર લાવવામાં મદદ કરવી જોઈએ. પોતાની જરૂરીયાતોથી વધારે પોતાના બાળકની જરૂરતને સમજો અને સારા લક્ષ્યની પ્રાપ્તિમાં તેની મદદ કરો.
એટલા માટે જો તમારું બાળક પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યું હોય તો તમારે નીચે જણાવેલા ૭ ટોપિક પર ધ્યાન આપવાની જરૂર છે.
વાતાવરણને શાંત બનાવી રાખો-
તમારા ઘરને કર્ફ્યૂગ્રસ્ત વિસ્તાર બનાવો નહી. તમારા બાળકને શાંત વાતાવરણમાં વાંચવા દો જેનાથી તેને ભણવામાં એકાગ્રતા બનાવી રાખવામાં મદદ મળશે.
તેમને થોડો રેસ્ટ લેવા દો-
જોકે ભણવામાં વધારે દબાવ હોય છે એટલે તમાર બાળકને ચોવીસ કલાક વાંચવાના રૂમમાં ના રહેવા દો. તેમના માટે રેસ્ટનો સમય નક્કી કરો અને તે દરમ્યાન તણાવથી મુક્તિ અપાવવાની તેમની મદદ કરો. પાર્કમાં ફરવા કે પછી હળવા મનોરંજનથી કામ ચાલી જશે.
થાળીમાં રંગબેરંગી ભોજન પદાર્થ રાખો-
જંક ભોજન પદાર્થોને દૂર રાખો અને સંતુલિત તથા પોષક આહાર અપનાવો. એ ભોજન પદાર્થોને શામેલ કરો જેનાથી બાળકની એકાગ્રતા તથા યાદ રાખવામાં મદદ મળે છે.
સકારાત્મક વિચાર રાખો-
જ્યારે માતા પિતાના વિચાર સકારાત્મક હશે તો બાળક પણ તેજ શીખશે. એટલે જો તમે તમારા બાળકની સાથે બેસી રહ્યા હોય અને તેને ભણવામાં મદદ કરી રહ્યા હોય તો આ વાતનું ધ્યાન રાખો કે તમે બાળકમાં સકારાત્મક વિચાર નાંખો.
બાળક પર દબાણ ના નાંખો-
બાળકની ભણવાની ક્ષમતાને સમજવી ખૂબ જ જરૂરી છે. બાળકને જરૂરી નંબર લાવવા માટે દબાણ નાંખવું યોગ્ય નથી. તમે બાળક પર તેની ક્ષમતાથી વધારે નંબર લાવવાનું દબાણ નાંખવાથી તે તેના આત્મવિશ્વાસને સમાપ્ત કરી દેશે.
બાળકના મિત્ર બનો-
બાળકની પરીક્ષાના સમયે માતાપિતાથી વધારે મિત્રની જરૂર હોય છે. જો તમે પોતાને બાળકની જગ્યા પર રાખીને વિચારશો તો તમે તેની ક્ષમતા અને પરીક્ષાના તણાવનો અહેસાસ કરી શકશો.
બાળકની સાથે કસરત કરો-
દોડવું, લટાર મારવી, સાઈકલ ચલાવવી વગેરે સ્વસ્થ વ્યાયામ તમે બાળકની સાથે કરી શકો છો જે કે તેને પરીક્ષાના તણાવને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે.