For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવજાત શિશુઓ સાથે ધ્યાન રાખવાની 7 વાતો

By Super Admin
|

બાળકોનો ઉછેર કરવો આસાન કામ નથી. સામાન્યતઃ નવી માતાઓને કહેવામાં આવે છે કે તેઓ પોતાનાં બાળકોની સારસંભાળ કરવાની આદી થઈ જશે તથા ટુંકમાં જ પોતાનાં બાળક જાણવા લગશે, પરંતુ કહેવું આસાન છે અને કરવું મુશ્કેલ.

વિશેષ રૂપથી જ્યારે કોઈ સ્ત્રી પહેલી વાર માતા બને છે, ત્યારે તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. અનેક માતાઓને એ નથી ખબર હોતી કે તેમને પોતાનાં બાળકની સારસંભાળ કઈ રીતે કરવી છે, કારણ કે તેમના માટે આ એક સમ્પૂર્ણપણે નવીન અનુભવ હોય છે. બાળકોની સારસંભાળનાં સંદર્ભે તેમના મગજમાં અનેક પ્રકારની શંકાઓ અને ઉત્સુકતાઓ હોય છે.

વારંવાર ગર્ભપાત કરાવવાનાં શારીરિક નુકસાન
નવજાત શિશુ બહુ નાજુક હોય છે અને તેની સંભાળ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે. જરાક અસાવધાનીથી તેમને આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ ખૂબ આવશ્યક છે કે આપ પોતાનાં બાળકની જરૂરિયાતોને સમજો, તેમની દિનચર્યાનો સ્વીકાર કરો તથા બાળકની દિનચર્યા મુજબ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરો.

Never Do To A Newborn Baby

સલાહ#1 અનેક માતા-પિતા બાળકોનું રડવું બંધ કરવા માટે તેમને જોર-જોરથી ઝુલાવે છે. આ ખૂબ જ નુકસાનકારક થઈ શકે, કારણ કે આવું કરવાથી તેમના અનેક નાજુક આંતરિક અંગો ક્ષતિગ્રસ્ત થઈ શકે. માટે બાળકોને ધીમે-ધીમે ઝુલાવવા જોઇએ.

સલાહ#2 નિષ્ણાતોનું માનવું છે કે જરૂરિયાતથી વધુ વહેલું સ્તનપાન બંધ કરવાથી નવજાત શિશુઓમાં કુપોષણ તેમજ પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે. ભલે બાળકોને અન્ય સંપૂરક ખોરાક આપવામાં આવે, પરંતુ માતાનું દૂધ બાળકો માટે સૌથી વધુ પોષક હોય છે.

સલાહ#3 ઘણી વખત માતાઓ દૂધની બોતલ બાળકનાં મોઢામાં જ ભૂલી જાય છે તથા બાળક તેને મોઢામાં લઈને જ સુઈ જાય છે. તેનાથી અજાણતા જ દૂધનાં કારણે બાળકનો શ્વાસ રુંધાઈ શકે છે.

સલાહ#4 નિષ્ણાતો કહે છે કે 6 માસથી ઓછી વયનાં શિશુઓને પાણીનું ઓછું પ્રમાણ જ આપવું જોઇએ, કારણ કે તેનાથી તેમના શરીરમાં ઇલેક્ટ્રૉલાઇટનું અસંતુલન થઈ શકે તથા તેમના શરીરમાં વધનાર સોડિયમની કક્ષા પણ ઓછી થઈ શકે.

સલાહ#5 બાળકોને કરવટ પર કે પેટનાં બળે ન સુવડાવો, કારણ કે આવું કરવાથી તેમના શરીરનાં વાયુમાર્ગો અવરોધાઈ શકે છે કે જે પ્રાણઘાતક સુદ્ધા સાબિત થઈ શકે છે. માટે આપને સલાહ આપવામાં આવે છે કે બાળકને પીઠનાં બળે જ સુવડાવો.

સલાહ#6 એવું કહેવામાં આવે છે કે પ્રારંભનાં મહીનાઓમાં બાળકોને સુવડાવતી વખતે ઓશિકું નહીં રાખવું જોઇએ, કારણ કે તેમની ગરદન તથા કરોડરજ્જુ નાજુક હોય છે તેમજ ઊંચાઈ મળવાનાં કારણે શ્વસન નળિકાઓમાં રુકાવટ આવી શકે છે.

સલાહ#7 ઘણી વાર માતા-પિતા રડતા બાળકને ચુપ નથી કરાવતા અને એવું માને છે કે આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જોકે નિષ્ણાતો કહે છે કે એવું કરવાથી બાળકને માનસિક આઘાત પહોંચી શકે છે તથા બાળકમાં બહેરાશ જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

English summary
If you are a new mother and you are wondering what safety tips you must follow to care for your newborn, then do read on...
X
Desktop Bottom Promotion