For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રડતાં બાળકને ચૂપ કરાવવાની ૬ રીત

By Karnal Hetalbahen
|

તાજેતરમાં જ માતા બનવાનો એક સુખદ અનુભવ હોય છે પણ જ્યારે બાળક રડે છે ત્યારે સમજાતું નથી કે શું કરવું. જો તમે બાળકના રડવાના લીધે ચિંતિત રહો છો કે ગુસ્સો કરીને તેને મારવા લાગો છો તે ખોટું છે. આ રીતે તમે તમારા બાળકને ક્યારેય પણ હેન્ડલ નહી કરી શકો અને તે વધુ રડશે. સારું રહેશે કે તમે શીખી લો કે બાળકને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. બાળક બોલી નથી શકતું એટલે તે પોતાની વાત હમેંશા રોઈને જ તમને જણાવે છે, એટલે તેના રોવામાં તેની વાતને સમજવાનો પ્રયત્ન કરો.

બની શકે છે કે તમારા બાળકને ભૂખ લાગી હોય, તેને ક્યાંક દર્દ હોય, તેનું ગળું સૂકાઈ રહ્યું હોય, તેના પેટમાં ગેસ બની રહ્યો હોય, કોઈ ખાવાથી એલર્જી હોય કે પછી મોંઢામાં છાલા પડી ગયા હોય. તમે તેને જુઓ, તેની સમસ્યા સમજો અને તેને દૂર કરવાની કોશિશ કરો. જો તમારું બાળક એમ જ રડતું હોય તો તેને ચૂપ કરાવો. અહીં બાળકને ચૂપ કરાવવાની ૭ રીતો જણાવવામાં આવ્યા છે. તેને વાંચો, કદાચ તમને પોતાના બાળકને ચૂપ કરાવાના ફંડા સમજમાં આવી જાય:-

પોપ સ્ટાર બનો:

પોપ સ્ટાર બનો:

સારું એવું મ્યુઝિક તમારા બાળકને ચૂપ કરાવવા માટે મદદ કરી શકે છે. જ્યારે પણ તમારું બાળક રડે તો તેને કોઈ મધુર ગીત સંભળાવો. ‘‘ટ્વિકંલ ટ્વિકંલ લિટિલ સ્ટાર'' જેવા ગીત તેને ચૂપ કરાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

તમારા બાળકને ઝૂલો ઝૂલાવો:

તમારા બાળકને ઝૂલો ઝૂલાવો:

બાળકને ચૂપ કરાવવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે. તેને તમારા ઘુંટણો પર સૂવડાવો અને ઝૂલો ઝૂલાવો. બાકળને જોરથી પકડી લો અને તેને ઉપર-નીચે કરો, તેનાથી પણ તેને મસ્તી આવશે અને તે રડવાનું ભૂલી જશે.

સ્ટ્રોલરમાં બાળકને સૂવાડીને ફેરવો:

સ્ટ્રોલરમાં બાળકને સૂવાડીને ફેરવો:

સાંજના સમયે જો બાળક ઘરમાં વધુ રડતું હોય તો તેને સાંજની સેર કરવા માટે લઈ જાઓ. બાળકને સ્ટોલરમાં સૂવડાવો અને ફેરવો. તેનાથી બાળકને મજા આવશે, તે બીજા બાળકોને જુએ છે અને રડવાનું બંધ કરી દે છે.

બ્લોકની આજુબાજુ ડ્રાઈવ કરો:

બ્લોકની આજુબાજુ ડ્રાઈવ કરો:

બાળક ફરવાની પ્રવૃતિના હોય છે. તેને કારમાં બેસાડીને તમારા આજુબાજુમાં થોડું ફેરવી લો, તેનાથી તેમને મજા આવશે અને તેમનું ધ્યાન ભંગ થશે. કારમાં સારું ગીત પણ વગાડી શકો છો.

બાળકને હુંફાળા પાણીથી નવડાવો:

બાળકને હુંફાળા પાણીથી નવડાવો:

ઘણીવાર બાળક પૂરો સમય મસ્તી કરવાથી થાકી જાય છે અને તે ઉંઘતા નથી. એવામાં તેમને માલિશ કરો અને તેમને ગરમ પાણીથી નવડાવો. તેનાથી બાળકના શરીરને આરામ મળશે અને તે સૂઈ જશે કે રડવાનું બંધ કરી દેશે.

શ્શ્શ્શ્શશ્શ્શ્શ્સસસસ:

શ્શ્શ્શ્શશ્શ્શ્શ્સસસસ:

જો બાળક વધારે રડે તો તેના કાન પાસે તમારા હોઠને લઇ જઈને ધીમેથી શ્શ્શ્શ્શશ્શ્શ્શ્સસસસ કહો. બાળકના રડવાથી તમારે ઝડપી આવો સાઉન્ડ નીકાળવો પડશે. તેનાથી બાળકનું ધ્યાન હટી જશે અને તે રડવાનું બંધ કરી દેશે.

Read more about: kids બાળક
English summary
Here are ways to develop a catalogue of techniques to soothe and stop your crying baby. If you’re little fussy is still weeping and you don't know why, then try some of these effective soothers to help or divert your crying baby.
Story first published: Tuesday, February 7, 2017, 14:00 [IST]
X