Just In
- 425 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 434 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1164 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1166 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નાના બાળકોને જરૂર શીખવાડો સ્વચ્છતા સાથે સંકળાયેલી આ 5 વાતો
નાના બાળકો ઘરમાં પડેલી દરેક વસ્તુને હાથ લગાવે છે, ભલેતે ટૉયલેટની સીટ હોય કે આપનાં પાલતુ પ્રાણીની પ્લેટમાં મૂકેલું ભોજન.
બાળ રોગ નિષ્ણાત મુજબ સ્વાભાવિક છે કે આપ પોતાનાં બાળકને સ્વચ્છ રાખવા માંગો છો અને આપ એ પણ જાણવા માંગશો કે પોતાનાં બાળકને સ્વચ્છતા સાથે સંબંધિત કઈ-કઈ ટેવો શીખવાડવી જોઇએ.
કેવી રીતે છીંક ખાવી. આ બાબત કદાચ મોટેરાઓને પણ શીખવાની જરૂર છે. મોટાભાગનાં લોકો જે રીતે પોતાની હથેળીઓમાં છીંકે છે. તેના કરતા આપે પોતાની કોણીને વાળીને છીંકવું જોઇએ.
આ છીંકવાની હાઇજેનિક રીત છે. જો આપ ટિશ્યુનો ઉપયોગ કરો છો, તો પોતાનાં બાળકને શીખવાડો કે ટિશ્યુનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દે.
નાક સાફ કરવું કોઈ ખોટુ કામ નથી. આપણે સૌ કરીએ છીએ ! નાક સાફ કરવા પર પોતાનાં બાળકને ધમકાવવાની જગ્યાએ તેને શીખવાડો કે નાક સાફ કર્યા બાદ તે હાથ ધોઈ લે.
આપનું પાળક ઘણુ બધુ પોતે જ કરવા માંગે છે. અહીં સુધી કે પોતાનાં મળ-મૂત્રને પણ સાફ કરવા માંગે છે. આ યોગ્ય સમયછે કે જ્યારે આપ તેને શીખવાડી શકો છો કે તેઓ પોતે કઈ રીતે સાફ કરી શકે છે. આપ જેટ સ્પ્રે પકડીને તેમને શીખવાડી શકો છો કે તે પોતાને કઈ રીતે સાફ કરી શકે છે. આ જોવું ખૂબ આવશ્યક છે કે તે પોતાને સારી રીતે સાફ કરે છે કે નહીં.
આપ પોતાનાં બાળકનુ મોઢું આંગળીને બ્રશ બનાવી સાફ કરતા હશો, પરંતુ બાળકને બ્રશ કઈ રીતે કરાય તે શીખવાડવું બહુ જરૂરી છે. દિવસમાં બે વખત બ્રશ કરાવડાવો કે જેથી આપને ડેંટિસ્ટ પાસે જવાની જરૂર ન પડે.
માત્ર એક દિવસ એ જુઓ કે આપનું બાળક કઈ-કઈ વસ્તુઓને સ્પર્શે છે અને કેટલી વાર તે પોતાનો હાથ મોઢામાં નાંખે છે. પોતાના બાળક માટે એક કોમળ હૅંડવૉશ ખરીદો તથા તેને એવી જગ્યાએ મૂકો કે જ્યાં આપના બાળકનો હાથ પહોંચી શકે કે જેથી તે તેનો પ્રયોગ કરી શકે.