For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોતાનાં બાળકોને હૅલ્ધી રાખવાં હોય, તો માનો આ એક્સપર્ટ ટિપ્સ

By Lekhaka
|

વીડિયો ગેમ્સ રમવી અને જંક ફૂડ ખાવાં આજનાં બાળકોની ટેવ બની ચુકી છે. આપણે કેટલાય પ્રયત્નો કરી લઇએ, તેમને આ વસ્તુઓથી દૂર રાખવાં અશક્ય જેવું બની ગયું છે. આવી કુટેવો આપનાં બાળકનું આરોગ્ય બગાડી શકે છે તથા આપનું બાળક નબળું કે મેદસ્વિતાનો ભોગ બની શકે છે.

ફિટ રહીને આપણે આપણે બીમારીઓ સામે લડી શકીએ છીએ. કરાટે, સ્વિમિંગ તથા રનિંગ જેવી એક્ટિવિટીસ આપનાં બાળકનાં આરોગ્યમાં સુધારો લાવી શકે છે તથા રોગો સામે લડવાની તેમની ક્ષમતામાં પણ વધારો કરે છે. આ રમતો તરફ પોતાનાં બાળકનું ધ્યાન આકર્ષિત કરો. આપની મદદ માટે અમે નીચે કેટલાક સુચનો પણ આપ્યાં છે.

ટિપ 1

ટિપ 1

અભ્યાસની સાથે-સાથે પોતાનાં બાળકને કોઇક અન્ય એક્ટિવિટીમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો. તેમનાં રસ અને તેમની પ્રતિભા મુજબ કોઇક સ્પોર્ટ્સ કોચિંગ સેંટરમાં તેમને દાખલ કરાવો. આ રીતે તેમનાં આરોગ્યમાં સુધારો થશે અને તેઓ તાણમુક્ત પણ રહેશે.

ટિપ 2

ટિપ 2

જો માતા-પિતા શરુઆતથી જ બાસ્કેટ બૉલ તથા બૅડમિંટન જેવી રમતોમાં રસ ધરાવતા હોય, તો પોતાનાં બાળકોને પણ તે રમતોનો ભાગ બનાવો. બાળકોનો રમત-ગમતમાં રસ વધારવા માટે આજે ઘણા બધા માતા-પિતા પોતે જ રમવાનું શરૂ કરી ચુક્યાં છે. તરુણ વયનાં બાળકોની સાથે પોતાનાં સંબંધ મજબૂત બનાવવાની આ એક સારી રીત છે.

ટિપ 3

ટિપ 3

જો બાળક ભૂલ કરે, તો તેને વઢીને યોગ્ય માર્ગ દાખવવો માતા-પિતાનો હક છે. જેટલા સમય માટે બાળક ઇનડોર ગેમ્સ રમે છે, તેટલા જ સમય માટે તેણે આઉટડોર ગેમ્સ પણ રમવી જોઇએ. મોટેરાઓને એ વાત સમજાવી શકાય છે, પણ નાના બાળકો પર થોડીક કડકાઈ વર્તવી પડી શકે છે.

ટિપ 4

ટિપ 4

મિત્રોનો સાથ સૌને પસંદ હોય છે. જો આપનું બાળક એકલું કોઇક ક્લાસમાં જોડાવા નથી માંગતો, તો તેનો કોઈ મિત્ર આપની આ મુશ્કેલીનો ઉકેલ બની શકે છે. જોકે તેના માટે આપે તેના માતા-પિતા સાથે વાત કરવી પડશે.

ટિપ 5

ટિપ 5

માતા-પિતાની જવાબદારી છે કે તેઓ પોતાનાં બાળકોને કોઈ પણ વસ્તુ કે ટેવ સાથે જોડાયેલા ફાયદા અને નુકસાન વિશે સારી રીતે સમજાવે. બાળપણમાં પાડવામાં આવેલી ટેવો તેમનાં આરોગ્ય સ્વરૂપે ઝળકે છે. માટે આપણે સૌ આપણાં બાળકોને પથારીમાં પડેલા નહીં, પણ મેદાનમાં રમતા જોવાનું પસંદ કરીએ છીએ.

English summary
It is very crucial for the kids to maintain a regular fitness routine, in order to stay healthy and avoid a number of unnecessary health problems..
Story first published: Friday, December 9, 2016, 12:27 [IST]
X
Desktop Bottom Promotion