બાળકોમાં ભૂખ વધારતા યોગાસનો

By Lekhaka
Subscribe to Boldsky

બાળકોમાં ભૂખ અંગે થતી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. શૈક્ષણિક દબાણનાં કારણે તેમને ઘણી વખત ભોજન કરવાનો સમય નથી મળતો. તેવામાં તેમની ભૂખ પણ મરી જાય છે અને શરીરમાં હૅલ્ધી પોષક તત્વોની ઉણપ સર્જાય છે.

જો આપનાં ઘર-પરિવારમાં પણ કોઇક બાળકને ભૂખ અંગેની કોઈ સમસ્યા હોય, તો તેને દરરોજ 15 મિનિટ યોગ કરાવડાવો. યોગથી બાળકોનું આરોગ્ય યોગ્ય રહે છે અને તેમની ભૂખમાં પણ વધારો થાય છે. આવોજાણીએ ભૂખ સંબંધી સમસ્યાઓને દૂર કરતા યોગો વિશે :

 બાળકોમાં ભૂખ વધારતા યોગાસનો

બાળકોમાં ભૂખ વધારતા યોગાસનો

1. બટરફ્લાય પોઝ અથવા બધાકોસન : આ ભૂખ વધારનાર ખૂબ ઉત્તમ યોગ છે. તેને કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે અને પાચન ક્રિયા પણ સ્વસ્થ થઈ જાય છે. તેને નીચે મુજબ કરો :

* સૌપ્રથમ ફર્શ પર બેસી જાઓ. પોતાની પીઠને બિલ્કુલ સીધી રાખો અને પોતાનાં પગો ઘુંટણ સુધી વાળી લો. પગોનાં તલવાઓને એ રીતે રાખો કે તેઓ એક-બીજાની સામે-સામે રહે.

* હવે પોતાનાં હાથોથી પંજાઓને પકડો અને પગોને મૂવ કરાવો.

* પોતાની જાંઘોને ઊપર-નીચે હલાવો. ઉપરની તરફ જેટલી ઉઠાવી શકો, તેટલી ઉઠાવો.

* આ યોગ જેટલી વાર કરવામાં આવે, તેટલું જ સારૂ છે. તેને કરવાથી શરીરમાં લવચિક (ફ્લેક્સિબિલિટી) પણ આવે છે.

 બાળકોમાં ભૂખ વધારતા યોગાસનો

2. શશાંક આસન અથવા સસલા પોઝ : આ આસન તાણ દૂર કરવા માટે સૌથી સારૂં છે. તેને કરવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે અને પેટમાં થતી આંતરિક સમસ્યા પણ દૂર થાય છે. તેને નીચે મુજબ કરવામાં આવે છે :

* શશાંકાસન કરવા માટે ફર્શ પર દરી કે ચટાઈ પાથરી બેસી જાઓ.

* બંને પગોનાં ઘુંટણો વાળી પાછળની તરફ હિપ્સની નીચે રાખો અને એડીઓ પર બેસી જાઓ. હવે શ્વાસ લેતા બંને હાથોને ઊપરની તરફ કરો.

* તે પછી શ્વાસ બહાર છોડતા ધીમે-ધીમે આગળની તરફ ઝુકતા શ્વાસને બહાર કાઢો અને બંને હાથોને આગળની તરફ ફેલાવતા હથેળીઓને ફર્શ પર ટેકવો.

* પોતાનાં માથાને પણ ફર્શ પર ટેકવી રાખો.

* આસનની આ સ્થિતિમાં આવ્યા બાદ થોડાક સમય સુધી શ્વાસને બહાર છોડી અને રોકી રાખો.

* પછી શ્વાસ લેતા શરીરમાં લચક લાવતા પહેલા પેટ, પછી છાતી અને પછી માથાને ઉઠાવી માથા અને હાથોને સામી તરફ કરીને રાખો.

* થોડાક સમય માટે આ સ્થિતિમાં રહો અને પછી સીધા થઈ થોડાક સમય સુધી આરામ કરો અે પુનઃ આ પ્રક્રિયા કરો.

 બાળકોમાં ભૂખ વધારતા યોગાસનો

3. ચિન્મય મુદ્રા : આ મુદ્રા કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે, પાચન ક્રિયા સ્વસ્થ થાય છે અને ભૂખ લાગવી પણ શરૂ થઈ જાય છે. તેને નીચે મુજબ કરવામાં આવે છે :

* પોતાની આંખો બંધ કરી આરામથી સુખાસનમાં બેસી જાઓ.

* પોતાનાં હાથોને જાંઘો પર મૂકો અને હથેળીને નીચે કરી રાખો.

* હવે એક હાથ ઉઠાવો અને તેનાં અંગૂઠાને દબાવી બાકીની ત્રણ આંગળીઓને ઉપરની તરફ જ્ઞાન મુદ્રામાં રાખો.

* ઉંડા શ્વાસ લો અને બેથી ત્રણ મિનિટ સુધી આ જ મુદ્રામાં રહો. આ પ્રક્રિયા પાંચ વખત દોહરાવો.

4. સૂર્ય નમસ્કારથી બાળકોને ખૂબ લાભથાય છે. તે બાળકોને શિખવાડો અને દિવસમાં કમ સે કમ પાંચ વખત કરવાનું કહો.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    Read more about: યોગ બાળકો
    English summary
    These yoga asanas recommended by Yoga expert, can help increase appetite in children
    Story first published: Monday, November 14, 2016, 15:25 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more