એવી ફેસબુક પોસ્ટ જેમાં ભૂલથી પણ ક્લિક ના કરો!

Posted By:
Subscribe to Boldsky

પોપ્યુલર સોશિલય નેટવર્કિંગ સાઇટમાં રોજ આપની ટાઇમલાઇનમાં અઢળક નવી પોસ્ટ આવી જતી હશે. જેમાં ઘણી એવી ઇમોશનલ પોસ્ટ હોય છે જેને વાંચીને આપણે તુરંત જ ક્લિક કરી લઇએ છીએ. પરંતુ હવે જરા સાવધાન થઇ જાવ કારણ કે હેકર હવે ફેસબુકના સહારે લોકોના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી રહ્યા છે.

જેના માટે તેઓ ઇમોશનલ પોસ્ટ અને ફોટોમાં પોતાની લિંક પોસ્ટ કરી રહ્યા છે અને જેવો યુઝર એ લિંક પર ક્લિક કરે છે કે તેના પીસીની તમામ જાણકારી હેકરની પાસે જતી રહે છે, ત્યારબાદ તે તમારા પીસીમાં કોઇપણ જાતની ગડબડી કરી શકે છે. માટે ફેસબુકના જે અપડેટ અંગે આપ જાણતા ના હોવ તેની પર ભૂલથી પણ ક્લિક કરવું નહીં.

ફેસબુક પર આપે ઘણા સેલિબ્રિટીઓના મરવા અંગેના સમાચાર વાંચ્યા હશે. કેટલાંક વર્ષ પહેલા જેકી ચેન અંગે પણ આવી જ પોસ્ટ ફેસબુક પર અપલોડ કરવામાં આવી હતી. આવી પોસ્ટમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક ના કરો. જો સમાચાર મોટા હોય તો તેને કોઇ ન્યૂઝ વેબસાઇટ પર જઇને વાંચી લો.

ફેસબુક ફ્રી ગિફ્ટ અને કાર્ડ પોસ્ટ

ફેસબુક ફ્રી ગિફ્ટ અને કાર્ડ પોસ્ટ

ફેસબુકમાં ફ્રી ગિફ્ટનું ચલણ પણ આજકાલ ખૂબ જ ચાલ્યું છે. જેના ચક્કરમાં આવીને ઘણા લોકો પોતાની પર્સનલ ઇન્ફર્મેશન ગુમાવી બેસે છે. કોઇનું પણ ફ્રી ગિફ્ટ અથવા ફેસબુક કાર્ડ કોઇ તપાસ વગર ક્લિક કરવું નહીં.

બ્રેકિંગ ન્યૂઝ પોસ્ટ

બ્રેકિંગ ન્યૂઝ પોસ્ટ

ફેસબુકમાં આવનાર દરેક બ્રેકિંગ ન્યૂઝ પર વિશ્વાસ કરવો નહીં. ક્લિક કરતા પહેલા એ વાતની ચકાસણી કરી લેવી કે એ ન્યૂઝ કોઇ ન્યૂઝ ચેનલે નાખી છે કે નહીં. કે પછી કોઇ અજાણ્યા વ્યક્તિએ પોતાની લિંક જોડીને બ્રેકિંગ ન્યૂઝની પોસ્ટ નાખી છે.

વજન ઘટાડવા માટેનો પ્રચાર

વજન ઘટાડવા માટેનો પ્રચાર

ઘણીવાર આપના ફેસબુક એકાઉન્ટમાં અચાનક કોઇ પ્રચાર ફ્લેશ થવા લાગે તો તેમાં ક્લિક કરવું નહીં. કારણ કે બની શકે કે હેકરોએ તેમાં કોઇ લિંક જોડી રાખી હોય.

સેલિબ્રિટી સાથે જોડાયેલા સમાચારો

સેલિબ્રિટી સાથે જોડાયેલા સમાચારો

અંગેના સમાચાર વાંચ્યા હશે. કેટલાંક વર્ષ પહેલા જેકી ચેન અંગે પણ આવી જ પોસ્ટ ફેસબુક પર અપલોડ કરવામાં આવી હતી. આવી પોસ્ટમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક ના કરો. જો સમાચાર મોટા હોય તો તેને કોઇ ન્યૂઝ વેબસાઇટ પર જઇને વાંચી લો.

Like, Share, and Comment

Like, Share, and Comment

ક્યારેક ક્યારે આપે પોતાના ફેસબુકની ટાઇમલાઇનમાં કોઇ પોસ્ટ અથવા સમાચારના પ્રમોશન અંગે સાંભળ્યું હશે. જેમ કે 'વધારેમાં વધારે આ પોસ્ટને પ્રમોટ કરો અને વધારેમાં વધારે આને લાઇક કરો'. જેથી બની શકે આપના દ્વારા શેર કરવામાં આવેલ હેકરોની પોસ્ટ તમારા અન્ય મિત્રો સુધી પહોંચી જાય અને તેઓ આનો શિકાર બની જાય.

English summary
You Must Never Click such types of Facebook Posts.