Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ દિવસે મહિલાઓની જેમ સોળ શ્રંગાર કર્યા બાદ જ પુરુષોને મળે છે પ્રવેશ, જાણો એવું કેમ ?
આપણાં દેશમાં અનેક ચામત્કારિક મંદિરો છે કે જેમનાં વિશે અવાર-નવાર કંઇક ને કંઇક વાર્તાઓ સાંભળવા મળે છે. દરેક મંદિરનાં જુદા નિયમ-કાયદાઓ હોય છે. દરેક મંદિરમાં પૂજા-અર્ચના કરવાની રીત જુદી-જુદી હોય છે.
દેશમાં અનેક મંદિરોમાં એક બાજુ મહિલાઓનો પ્રવેશ વર્જિત છે, તો બીજી બાજુ કેટલાંક એવા પણ મંદિરો છે કે જ્યાં પુરુષોનાં આવવા પર પ્રતિબંધ છે, પરંતુ આપે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં પુરુષોએ મહિલાઓની જેમ સોળ શ્રૃંગાર કરીને દેવીને પ્રસન્ન કરવાનું હોય છે ?
વિશ્વાસ નહીં થઈ રહ્યો હશે ને કે આ કયું મંદિર છે અને આવી પૂજા-અર્ચના ક્યાં થાય છે ? આ મંદિર દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય ખાતે આવેલું છે. આવો જાણીએ કે આખરે કેમ આ મંદિરમાં પુરુષો મહિલાઓની જેમ સોળ શ્રૃંગાર કરીને પૂજા કરવા આવે છે ?

કેરળમાં છે આ મંદિર
કેળનાં કોલ્લમ જિલ્લાથી 13 કિલોમીટર દૂર કોટ્ટનકુલંગરા શ્રીદેવી મંદિરમાં દેવી પૂજાની પરમ્પરા વર્ષોથી ચાલી આવે છે. દર વર્ષે આ મંદિરમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા કરતા પહેલા પુરુષોએ પણ મહિલાઓની જેમ સોળ શ્રૃંગાર કરવું જરૂરી હોય છે.

ચામ્યાવિલક્કૂ ફેસ્ટિવલમાં ધરે છે મહિલાનો વેશ
દર વર્ષે આ મંદિરમાં ચામ્યાવિલક્કૂ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલ 10થી 11 દિવસો સુધી ઉજવવામાં આવે છે કે જેમાં છેલ્લા બે દિવસોમાં અહીં પુરુષોને મહિલાઓનું રૂપ ધારણ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળે છે. મહિલાઓનું રૂપ ધારણ કરવાનો અર્થ માત્ર કપડવા બદલવા જ નથી, પણ તેમને મહિલાઓની જેમ પૂરા સોળ શ્રૃંગાર પણ કરવા પડે છે. તે પછી જ અહીં મંદિરમાં પ્રવેશ મળે છે.

આ છે માન્યતા
કહેવાય છે કે આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. આ કેરળનું એકમાત્ર મંદિર છે કે જેનાં ગર્ભગૃહની ઉપર ધાબું કે કળશ નથી. મંદિરમાં સોળ શ્રૃંગાર કર્યા બાદ પુરુષો સારી નોકરી, આરોગ્ય, લાઇફ પાર્ટનર અને પોતાની ફૅમિલીની ખુશાલીની પ્રાર્થના કરે છે.

આ છે વાર્તા
માનવામાં આવે છે કે વર્ષો અગાઉ આ જગ્યાએ કેટલાક જાનવરોને ચરાવનારાઓએ મહિલાઓનાં કપડાં પહેરી પત્થર પર ફૂલ ચઢાવ્યુ હતું. તે પછી પથ્થરમાંથી દિવ્ય શક્તિ નિકળવા લાગી. બાદમાં આ તેને મંદિરનું રૂપ આપી દેવામાં આવ્યું.

માર્ચ-એપ્રિલમાં ઉજવાય છે તહેવાર
આ તહેવાર સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલનાં મહિનામાં ઉજવાય છે કે જ્યાં પુરુષો સજી-ધજીને આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. અહીં નાના બાળકો પોતાનાં વાલીઓ સાથે અને પરિણીત પુરુષો પોતાની પત્નીઓ સાથે આવે છે.