Just In
Don't Miss
મહિલાઓને પણ થાય છે સ્વપ્નદોષ!
સ્વપ્નદોષનું નામ સાંભળતાં શરમાઇ જનાર પુરૂષ હવે રાહતનો શ્વાસ લઇ શકે છે. આ બિમારી વિશે માનવામાં આવે છે કે આ ફક્ત પુરૂષોને જ થઇ શકે છે. પરંતુ રિસર્ચથી ખબર પડી છે કે મહિલાઓને પણ સ્વપ્નદોષ થાય છે. સ્વપ્નદોષમાં જોકે ઉંઘમાં 'રંગીન' સપનાના માધ્યમથી ચરમસીમાનો અનુભવ થાય છે અને વીર્યપાત થાય છે.
1953માં ડૉ. અલ્ફ્રેડ કિંસ્લેએ લગભગ 6 હજાર મહિલાઓ પર શોધ કરી. તેમાંથી 37 ટકા મહિલાઓએ સ્વિકાર્યું કે 45 વર્ષની ઉંમર સુધી ઓછામાં ઓચા એકવાર તેમને સ્વપ્નદોષનો અનુભવ થયો છે. તેમણે તેને રાતના સમયે ઉત્તેજના તરીકે પર પરિભાષિત કરી, જેથી મહિલાઓ ચરમસીમા મેળવવા માટે જાગી ઉઠે છે. તેમણે પોતાના રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે જે મહિલાઓને પોતાના સેક્સ જીવનમાં ચરમસીમાની પ્રાપ્તિ ઓછી થાય છે, તેમની સાથે સ્વપ્નદોષની સમસ્યા વધુ થાય છે.

સ્વપ્નદોષનો અનુભવ
1986માં થયેલા વધુ એક રિસર્ચમાં બારબરા વેલ્સને જાણવા મળ્યું કે સ્વપ્નદોષનો અનુભવ કરનાર મહિલાઓમાંથી લગભગ 85 ટકાને આ અનુભવ ખૂબ ઓછી ઉંમરમાં થયો. સામાન્યત 21 વર્ષની ઉંમર પહેલાં અને કેટલાક મામલાઓમાં તો 13 વર્ષ પહેલાં પણ.

ચરમસીમા
સેક્સપ્લેનેશન્સ નામનું પુસ્તક લખનાર ડૉ. બેલીના અનુસાર ઉંઘમાં ભાવનાઓ પર આપણો કંટ્રોલ નબળો પડતો જાય છે અને આપણી દબાયેલી ભાવનાઓ, ચાહતો સાંકેતિક રીતે ઉભરીને સમવા આવી જાય છે. બેલીના અનુસાર ઘણી મહિલાઓ ઉંઘમાં અપેક્ષાકૃત જલદી ચરમસીમા પ્રાપ્ત કરી લે છે.

સેક્સ સંબંધિત કઠોર નિયમ-કાયદા
સેક્સ સંબંધિત નિયમ-કાયદાઓથી પણ તમારું સપનું પ્રભાવિત થાય છે. ડૉ. બેલીના અનુસાર એક વ્યક્તિ જેણે સેક્સ સંબંધિત કઠોર નિયમ-કાયદા બનાવી રાખ્યા હોય, બની શકે કે સપનામાં તે એટલા જ 'ઉદાર' હોય.

મનોવૈજ્ઞાનિકના અનુસાર
Amsterdam Universityની એક મનોવૈજ્ઞાનિક અનુસાર, મહિલાઓને સ્વપ્નદોષ થવું કોઇ હેરાનીની વાત નથી. ઉત્તેજનાની તે પળોમાં જ્યારે તે ઉંઘમાં જ ચરમસીમા મેળવતી હોય છે, તો તે સંપૂર્ણપણે ઉંઘમાં હોતી નથી.

સ્વપ્નદોષનોઅંદાજો
જો કે મહિલાઓના સ્વપ્નદોષ વિશે વધુ જાણકારી નથી. તેમની શારીરિક બનાવટ એ પ્રકારે હોય છે કે સ્વપ્નદોષનો ઠીક-ઠાક અંદાજો પણ લગાવી શકાતો નથી.