For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ન કરો પીરિયડ ટ્રૅક એપ પર ભરોસો, કારણ કે તે હોય છે ફેક

By Lekhaka
|

ટેક્નોલૉજીનાં આ જમાનામાં દરરોજ કંઇક ને કંઇક નવી ટેક્નિક આપણી સામે મોજૂદ રહે છે. આજનાં સમયમાં સૌ કોઈનાં હાથમાં સ્માર્ટફોન છે. તેથી દરેક કંપનીપોતાની કોઈ પણ પ્રોડક્ટ લૉંચ કરતી વખતે તેની એપ જરૂર બનાવે છે કે જેથી તેની પહોંચ વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે. ઘણી એપ એટલી મહત્વની છે કે તેમના વિના આપનું કામ જ નથી ચાલી શકતું.

તાજેતરનાં કેટલાક મહિનાઓમાં પીરિયડ ટ્રૅક નામની એપ અંગે ખૂબ ચર્ચા છે. આ એપની વિશેષતા છે કે તે મહિલાઓનાં માસિક ચક્રને ટ્રૅક કરતી રહે છે અને તે હિસાબે આપને આગામી પીરિયડ વિશે માહિતી આપે છે. સાથે જ એપ એ પણ બતાવે છે કે આ વખતે આપનું પીરિયડ સરેરાશની સરખામણીમાં લેટ છે કે નહીં. આ આર્ટિકલમાં અમે જણાવી રહ્યાં છીએ કે આ એપ સાચે જ એટલી ભરોસાલાયક છે કે નહીં ?

તે પીરિયડને ટ્રૅક કરવાની જવાબદારી લે છે

તે પીરિયડને ટ્રૅક કરવાની જવાબદારી લે છે

જ્યારે પણ આપ આ એપને ઇંસ્ટૉલ કરશો, તે દરમિયાન તે આપની ઉંમર અને બાકીની બાબતોની વિશે માહિતી માંગે છે અને તે પછી તેમાં ગત મહિનાની પીરિયડ ડેટ પણ ફીલ કરવાની હોય છે. આપને એ પણ બતાવવું પડે છે કે સામાન્ય રીતે આપનું પીરિયડ કેટલા દિવસો સુધી ચાલે છે. તે પછી આ એપ ઑટોમૅટિક ફર્ટાઇલડેટ ઑફ સેપ પીરિયડ્સ વિશે બતાવવા લાગે છે.

માતા બનવાની ઝંખના ધરાવતી મહિલાઓ આ એપને વધુ પસંદ કરી રહી છે

માતા બનવાની ઝંખના ધરાવતી મહિલાઓ આ એપને વધુ પસંદ કરી રહી છે

જે મહિલાઓ માતા બનવા માંગે છે, તેઓ આપ એપનો વધુ ઉપયોગ કરી રહી છે અને તેની બતાવેલી ફર્ટાઇલ ડેટે સેક્સ કરવાનું પસંદ કરે છે. આપનેજણાવી દઇએ કે હકીકતમાં કોઈ પણ એપથી ઓવૅલ્યુશન ડેટ નથી બતાવાઈ શકતી. આ માત્ર ફેમસ થવા અને માર્કેટિંગની એક રીત છે કે જેની ઝપટે મોટાભાગની મહિલાઓ આવી રહી છે.

શું કહે છે રિસર્ચ

શું કહે છે રિસર્ચ

કૅલીફૉર્નિયાનાં રિસર્ચરની ટીમે આ પ્રકારની ઘણી એપની કેટલાક મહિનાઓ સુધી તપાસ-ચકાસણી કરી અને પછી તેમણે કહ્યું કે આ એપનાં જણાવાયેલા આંકડા જરાય ભરોસાપાત્ર નથી. અહીં સુધી કે તેમના મુજબ આ એપ ઘણી વાર પીરિયડની ડેટ પણ ખોટી બતાવે છે. આવી તમામ એક જ પૅટર્ન પર કામ કરે છે, જ્યારે આપનાં પીરિયડનું પહેલા કે પછી આવવું તે આપની લાઇફસ્ટાઇલ અને શારીરિક પ્રવૃત્તિઓ પર અવલમ્બે છે.

ફૅક્ટ

ફૅક્ટ

તેમનાં જણાવ્યા મુજબ આ આંકડાઓ પર ભરોસો કરવો જોઇએ નહીં, પણ તેનાં સ્તાને ાપતબીબ પાસે પોતાની તપાસ કરાવી આ અંગે જાણ મેળવો. તે જ યોગ્ય રીત છે.

English summary
Period tracker apps are nothing but fake, as these cannot understand what exactly our bodies go through.
X
Desktop Bottom Promotion